મુકેશ અંબાણી અને પૃથ્વી અંબાણીની મસ્તી ભરેલી પળનો વીડિયો વાયરલ, દાદા-પૌત્રનો વહાલ જોઈને ફિદા થઇ જશો, જુઓ

દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તેમના વૈભવી જીવનને લઈને અવાર નવાર સોશિયલ મીડિયામાં પણ ખબરો આવતી રહે છે. મુકેશ અંબાણીએ થોડા દિવસ પહેલા જ જામનગરમાં તેમના પૌત્ર પૃથ્વી અંબાણીનો જન્મ દિવસ ઉજવ્યો હતો, જેમાં ઘણા બધા ફિલ્મો સિતારાઓ અને ક્રિકેટરો હાજર રહ્યા હતા.

હાલ સોશિયલ મીડિયામાં મુકેશ અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં મુકેશ અંબાણી પોતાના ઘરના સૌથી નાના સદસ્ય એટલે કે પૌત્ર પૃથ્વી અંબાણી સાથે રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો કલીપ એટલી ક્યૂટ છે કે તેને વારંવાર જોવામાં આવી રહી છે.

સામે આવેલા આ વીડિયોમાં દાદા મુકેશ અંબાણી પોતાના પૌત્ર પૃથ્વી અંબાણીને ખોળામાં લઈને લાડ લડાવે છે. પોતાના લાડલા પૌત્રને માથા ઉપર ચુંબન પણ કરતા નજર આવે છે. જો ધ્યાનથી જોવામાં આવે તો પૃથ્વી પણ દાદા સાથે મસ્તી કરીને ખુબ જ ખુશ જોવા મળી રહ્યો છે અને તાલી પણ પાડી રહ્યો છે.

મુકેશ અંબાણીની આગળ તેમની માતા કોકિલાબેન અંબાણી પણ બેઠેલા જોઈ શકાય છે, તે પણ હસી રહ્યા છે. આ મોમેન્ટની એક બીજી તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા પણ જોવા મળી રહી છે અને તે ખુબ જ ધ્યાનથી દાદા-પૌત્રનો પ્રેમ નિહાળી રહી છે.

તમને જણાવી દઈએ કે 10 ડિસેમ્બર 2021ના રોજ પૃથ્વી અંબાણીનું એક વર્ષ પૂર્ણ થયું. તેના જન્મ દિવસની ખાસ ઉજવણી કરવા માટે અંબાણી પરિવાર પોતાના પૈતૃક આવાસ જામનગર આવ્યો હતો અને એક ભવ્ય સમારંભની ઉજવણી પણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Akash Mukesh Ambani (@akashambani_fc)

થોડા દિવસ પહેલા દાદા મુકેશ અંબાણી સાથે નાના રાજકુમારની એક તસવીર પણ સામે આવી હતી, જેમાં પૃથ્વી સફેદ કુર્તા પાયજામામાં પોતાના દાદુ સાથે ટ્વીનીંગ કરી રહ્યો હતો. કુર્તાની ઉપર પૃથ્વીએ લાલ બંધની પ્રિન્ટેડ નહેરુ જેકેટ પહેર્યું હતું. મુકેશ અંબાણીએ પણ સફેદ કુર્તા સાથે લાલ રંગનું નહેરુ જેકેટ પહેર્યું હતું. આ તસવીરમાં પૃથ્વી ખુબ જ ક્યૂટ દેખાઈ રહ્યો હતો.

Niraj Patel