દેશ અને દુનિયાની અંદર જાણીતું નામ એવું મુકેશ અંબાણીનું જીવન પણ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલું રહેતું હોય છે. મુકેશ અંબાણી જ નહીં તેમનો પરિવાર પણ હંમેશા લાઇમ લાઇટમાં રહે છે. ગયા વર્ષે તેમના ઘરે એક ખુશીઓનો પ્રસંગ આવ્યો, તેઓ દાદા બન્યા હતા. ત્યારે હવે તેમના પૌત્રના જન્મ દિવસની ખુશી તેઓ ઉજવી રહ્યા છે.
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમના પૌત્ર અને આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીના પુત્ર પૃથ્વી અંબાણીના પ્રથમ જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છે. આ સાથે પરિવારે કોવિડના નિયમોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. પૃથ્વીના જન્મદિવસે આવનારા તમામ મહેમાનોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવશે. જન્મદિવસ પહેલા પરિવારે ગામડાના હજારો લોકોને ભોજન આપવાની સાથે અનાથાશ્રમોને ભેટ મોકલવાની તૈયારીઓ કરી છે.
પૃથ્વીના જન્મદિવસ પર, અંબાણી પરિવારે 100 થી વધુ પૂજારીઓને આમંત્રણ પણ મોકલ્યું છે જેઓ જામનગર આવશે, જ્યાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. અહીં 100 પૂજારી પૃથ્વીના સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે અને પૂજા પૂર્ણ કર્યા બાદ આશીર્વાદ આપશે. સૂત્રોએ જણાવ્યું કે પૃથ્વીના જન્મદિવસને ચાર ચાંદ લગાવવા માટે ઘણા મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

દેશના સૌથી અમીર અંબાણી પરિવારના સૌથી નાના સદસ્યનો પહેલો જન્મ દિવસ છે, એવામાં અંબાણી પરિવારે લગભગ 50 હજાર એવા લોકો જે ગામડામાં રહે છે તેમના જમવાની વ્યવસ્થા કરી છે. જે સમયે જામનગરના ફાર્મ હાઉસમાં પૃથ્વીનો જન્મ દિવસ મનાવશે તે દિવસે પરિવાર તરફથી 50 હજાર લોકોને જમાડવામાં આવશે જેના કારણે તે પૃથ્વીને આશીર્વાદ આપે.
મીડિયા રિપોર્ટ દ્વારા સામે આવેલી જાણકારી પ્રમાણે મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીના જન્મ દિવસની પાર્ટીમાં 120 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં બોલીવુડના સેલેબ્સ રણબીર કપૂર, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, પાર્થ જિંદલ અને ખેલ જગતની હસ્તીઓમાંથી સચિન તેંડુલકર અને ઝહીર ખાન સામેલ થશે. તો અરિજિત સિંહ પૃથ્વીના જન્મ દિવસ ઉપર પર્ફોમ પણ કરશે.