અન્નસેવામાં માને છે અંબાણી પરિવાર; મુકેશ અંબાણીએ જય શ્રી કૃષ્ણ કહીને બાળકોને પીરસ્યું ભોજન, જુઓ વીડિયો

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમની માટે બિઝનેસ, સ્પોર્ટ્સ, બોલિવૂડ હસ્તીઓ ઘણા મોટા નામ જામનગર અવાના છે. અંબાણી પરિવારે વર્ષો-જૂની પરંપરાને જાળવી રાખતા, મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે રિલાયન્સની જામનગર ટાઉનશીપની આસપાસનાં ગામડાંમાં અન્નસેવા (સામુદાયિક ભોજન સેવા) શરૂ કરીને સમાજના સભ્યોના આશીર્વાદ મેળવ્યા છે.

આ અન્નસેવાનો 51,000 સ્થાનિક નિવાસીઓને લાભ મળશે અને જામનગર અને તેની આસપાસનાં ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી અન્નસેવા ચાલુ રહેશે. તમને જણાવી દઈએ આજે સાંજે રિલાયન્સ ટાઉનશીપની નજીક જોગવડ ગામડામાં એશિયાના સૌથી રીચેસ્ટ બિઝનેસમેન મુકેશ અંબાણી,

તેમને પુત્ર અનંત અંબાણી અને થનારા વહુ રાધિકા મર્ચન્ટ, રાધિકા મર્ચન્ટના માતા-પિતા વિરેન મર્ચન્ટ અને શ્રીમતી શૈલા મર્ચન્ટ તેમજ રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ જાતે હાજર રહીને પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામોના લોકોને પિરસી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના લાડલા અનંત અને રાધિકા 12 જુલાઈએ મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાશે. પણ હાલ દેશ-દુનિયાની નજર આ લગ્ન પર ટકેલી છે. જેનું કારણ છે લગ્ન પહેલા અને લગ્નના કાર્યક્રમોમાં દેશની પ્રખ્યાત હસ્તીઓ ભાગ લેવાની છે.

તમને જણાવી દઈએ કે અનંત અંબાણી જીવદયાની ઉમદા કામગીરી માટે ખૂબ જ ફેમસ છે. પશુ પક્ષીઓ સાથે તેમનો ડ્રીમ પ્રોજેક્ટ વનતારા અત્યારે દેશ વિદેશમાં ચર્ચામાં છે. મીડિયા સાથેની વાતચીતમાં અનંત અંબાણીએ આ અંગે ખૂબ જ રસપ્રદ માહિતી રજૂ કરી છે. તેમણે કહ્યું કે દેશભરમાંથી છેલ્લા કેટલાક વર્ષોમાં હજારોની સંખ્યામાં પશુઓને બચાવવામાં આવ્યા છે.

અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે જામનગરમાં આવેલા મોટી ખાવડી ખાતે આવેલા એક મંદિર પરિસરમાં 14 જેટલા મંદિરો બંધાવ્યા છે. આ મંદિર જટિલ કોતરણીવાળા સ્તંભ, દેવી-દેવતાઓની મૂર્તિઓ, ભીંતચિત્ર શૈલીની પેટિંગ અને વિસરાતી જતી ભાતીગળ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં અવાય છે. તમામ મંદિરોને ભારતીય વાસ્તુકલા અને અધ્યાત્મિક ઓળખને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યા છે

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

YC