મુકેશ અંબાણીએ ખરીદી ભારતની સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ SUV, 12 લાખ આપી લીધો VIP નંબર

હવે મોંઘીદાટ કારોના શોખીન મુકેશ અંબાણીના ગેરેજમાં વધુ એક નવી કારની એન્ટ્રી થઈ છે. થોડા દિવસો પહેલા આવેલા કેડિલેક એસ્કેલેડ બાદ હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેને રોલ્સ રોયસ ક્યુલિનનના કસ્ટમાઈઝ્ડ મોડલનો ઓર્ડર આપ્યો છે. અંબાણીના ગેરેજમાં આ નવી એન્ટ્રીને ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી કાર માનવામાં આવી રહી છે. પીટીઆઈના અહેવાલ મુજબ, મુકેશ અંબાણીએ તેમની કારના કાફલામાં અલ્ટ્રા લક્ઝરી હેચબેક રોલ્સ રોયસ ક્યુલિનનનો સમાવેશ કર્યો છે. તે જ અઠવાડિયે, તેમણે કરોડો રૂપિયાની એસયુવી કેડિલેક એસ્કેલેડની આયાત કરી. આ તે કાર છે, જેનો ઉપયોગ અમેરિકી રાષ્ટ્રપતિ માટે પણ થાય છે. હવે તેમની પાસે તેમના કાફલામાં રોલ્સ રોયસ કુલીનન પેટ્રોલ મોડલ છે, જેની કિંમત રૂ. 13.14 કરોડ છે.

રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO)ના અધિકારીઓની વાત માનીએ તો આ દેશની અત્યાર સુધીની સૌથી મોંઘી કાર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રોલ્સ-રોયસ ક્યુલિનન પેટ્રોલ મોડલ કાર RIL દ્વારા 31 જાન્યુઆરીએ દક્ષિણ મુંબઈમાં તારદેવ પ્રાદેશિક પરિવહન કાર્યાલયમાં રજીસ્ટર કરવામાં આવી હતી. 2018માં જ્યારે કારને પહેલીવાર લોન્ચ કરવામાં આવી ત્યારે તેની મૂળ કિંમત ₹6.95 કરોડ હતી, પરંતુ ઓટો ઉદ્યોગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કસ્ટમાઇઝ્ડ ફેરફારથી કિંમતમાં નોંધપાત્ર વધારો થયો. RTO અધિકારીઓએ જણાવ્યું હતું કે કંપનીએ 2.5 ટન અને 564 ટનથી વધુ વજનની કાર બનાવી છે. તેના માટે ₹20 લાખનો વન-ટાઇમ ટેક્સ ચૂકવવામાં આવ્યો છે અને અન્ય ₹40,000 રોડ સેફ્ટી ટેક્સ પેટે ચૂકવવામાં આવ્યા છે.

રિલાયન્સે તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની નવી કાર માટે VIP નંબર માટે ₹12 લાખ ચૂકવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કારનો નંબર “0001” છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે એક VIP નંબરની કિંમત 4 લાખ રૂપિયા હોય છે, પરંતુ વર્તમાન સિરીઝમાં પસંદ કરાયેલ નંબર પહેલેથી જ લેવામાં આવ્યો હોવાથી નવી સિરીઝ શરૂ કરવી પડી હતી. તેમણે જણાવ્યું હતું કે, પરિવહન કમિશનરની લેખિત પરવાનગી સાથે, આરટીઓ કચેરી નોંધણી ચિહ્ન 0001 નો ઉલ્લેખ કરતી નવી શ્રેણી શરૂ કરી શકે છે, જેના માટે અરજદારે નિયમિત નંબર માટે નિર્દિષ્ટ ફી કરતાં ત્રણ ગણી ફી ચૂકવવી પડશે.

મુકેશ અંબાણીના ગેરેજમાં ઘણી મોંઘી લક્ઝરી કાર છે. થોડા વર્ષો પહેલા મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી માટે સૌથી અત્યાધુનિક આર્મર્ડ વાહનોમાંનું એક ખરીદ્યું હતું. RIL કંપનીએ અંબાણી પરિવારની સુરક્ષા માટે તૈનાત પોલીસ કર્મચારીઓ માટે ગ્લોસ્ટર મોડલની નવીનતમ મોરિસ ગેરેજ કાર પણ ખરીદી હતી. મુકેશ અંબાણીએ જે કાર ખરીદી છે તે વિશ્વની સૌથી મોટી અને સૌથી અલગ દેખાતી લક્ઝરી SUV છે.

આ કારમાં 6200 ccનું પેટ્રોલ એન્જિન છે અને આ કારની માઈલેજ 14 kmpl છે.એક રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની પાસે 170થી વધુ કારનું કલેક્શન છે. જેમાં રોલ્સ રોયસ, બીએમડબલ્યુ, મર્સિડીઝ સહિત અનેક કાર સામેલ છે. મુકેશ અંબાણીની પાસે ‘મર્સિડીઝ મેબેક 62’ કાર પણ છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ આ કાર મુકેશ અંબાણીને તેમના જન્મદિવસ પર ગિફ્ટ કરી હતી.

Shah Jina