66 વર્ષની ઉંમરે મુકેશ અંબાણીએ પત્ની નીતા સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, વીડિયો આવી ગયો, જુઓ ફટાફટ

બોલિવૂડના મોટા મોટા સેલિબ્રિટીઓ મુકેશ અંબાણીના લાડલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગમાં હાજરી આપવા માટે જામનગર પહોંચ્યા. દેશ વિદેશની હસ્તીઓની સાથે અક્ષય કુમાર, આમિર ખાન, સૈફ અલી ખાન સહિતના સ્ટાર્સ જામનગર એરપોર્ટ પર પહોંચ્યા છે.

મોંઘેરા મહેમાનોને સાચવવા એક બંગલામાં જેવી સુખસુવિધા હોય તેવી જ બધી હાઈ ફાઈ પ્રકારની સુવિધા આ આલીશાન ટેન્ટમાં ઉપલબ્ધ કરાઈ છે. સેલેબ્સને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એનું પૂરતું ધ્યાન અંબાણી પરિવારે રાખ્યું છે. ટેન્ટની બહાર હરવાફરવા માટે પણ ગાર્ડન બનાવાયું છે, સાથે જ આખી ટેન્ટ સિટીને પિંક થીમ પર સજાવવામાં આવી છે.

આ બધા વચ્ચે હવે ઇન્ટરનેટ પર એક વીડિયો ખાસ વાયરલ થઇ રહ્યો છે જેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી ડાન્સ રિહર્સલ કરતાં જોવા મળી રહ્યા છે. આ વિડીયો ખૂબ સુંદર છે. ચાલો બતાવીએ.

તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન માટે શનાયા કપૂર, અનન્યા પાંડે, આમિર ખાન, અનિલ કપૂર, સલમાન ખાન, શાહરૂખ ખાન, માધુરી દીક્ષિતથી માંડીને રિહાના જેવા સેલેબ્સ જામનગર પહોંચી ગયા છે.

કહેવાય છે કે આ સેલેબ્સ પરર્ફોમન્સ પણ આપવાના છે. રિહાના તો 1 માર્ચના રોજ પરર્ફોમન્સ કરશે જેના માટે તેમણે કરોડો રૂપિયાની ફી ચાર્જ કરી છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટ જુલાઇ 2024 માં લગ્ન કરી રહ્યા છે.

આ પહેલાં બંને જામનગરમાં મેરેજ પહેલાંના ફંક્શન થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક ઇન્વિટેશન કાર્ડ પણ સામે આવ્યું છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે 1 માર્ચ 2024 ના રોજ મ્યૂઝિક નાઇટ છે. જોકે સાંજે 5:30 થી શરૂ થઇ જશે. તેના માટે એલિજેંટ કોકટેલ થીમ પર ડ્રેસ કોડ પણ છે.

YC