રાજાઓની જેમ જીવન જીવે છે મુકેશ અંબાણી, ગેરેજમાં સામેલ કરી નવી લક્ઝરી કાર, કિંમત સાંભળી જ આંખો પહોળી થઇ જશે

મુકેશ અંબાણીએ તેમના વૈભવી કાફલામાં ઉમેરી ત્રીજી બેન્ટલી બેન્ટાયગા V8 ‘એન્ટીલિયા’ની બહાર જોવા મળી, કિંમત સાંભળી જ આંખો પહોળી થઇ જશે

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી કે તેમના પુત્ર આકાશ અંબાણી અને તેમનો પરિવાર લક્ઝરી લાઇફસ્ટાઇલને કારણે ઘણો ચર્ચામાં રહે છે. તેઓ તેમના લક્ઝરી ઘર એન્ટિલિયાને લઇને પણ અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. તેમનું ઘર એ કોઇ સામાન્ય માણસ માટે કે કોઇ સેલિબ્રિટી માટે સપના જેવું છે. તેમના ઘરની સાથે સાથે તેઓ લક્ઝરી કારના પણ માલિક છે. તેમના માટે દુનિયામાં એવું કંઈ નથી જે તેઓ ખરીદી ન શકે. મુકેશ અંબાણી ઘણી લક્ઝરી કારોના માલિક છે અને હાલમાં જ તેમણે તેમના ગેરેજમાં ઈટ કલરની બેન્ટલી બેન્ટાયગા વી8 (Bentley Bentayga V8) સામેલ કરી છે.

બ્રિટિશ કંપની બેન્ટલીએ પોતાની આ કારની 2021ની એડિશનની જાહેરાત 2020માં કરી હતી અને અંબાણી પરિવારમાં અન્ય બે બેન્ટાયગામાં એક બ્રાઉન અને બીજી રેસિંગ ગ્રીન કલરની છે. બેન્ટલી બેન્ટાયગાના ટોચના મોડલની કિંમત 4.10 કરોડ રૂપિયા છે. આ લક્ઝરી એસયુવી કાર 3996 સીસીના એન્જિન સાથે આવે છે અને તેની માઈલેજ 7.6 કિમી પ્રતિ લીટર છે. અંબાણી પરિવાર પાસે પહેલેથી જ રેસિંગ ગ્રીન અને બ્રાઉન કલરની બેન્ટલી બેન્ટાયગા છે. તેમાંથી એક W12 એન્જિન દ્વારા સંચાલિત છે અને બીજામાં V8 એન્જિન છે.

બેન્ટલીએ ગયા વર્ષે પેટ્રોલ W12 અને પેટ્રોલ V8 રાખતી વખતે V8 ડીઝલ છોડ્યું હતું. જો કે ભારતમાં, બેન્ટલી સત્તાવાર રીતે માત્ર V8 વેરિઅન્ટ ઓફર કરે છે. Bentayga V8 પેટ્રોલ વેરિઅન્ટની કિંમત રૂ. 4.10 કરોડ (એક્સ-શોરૂમ) છે. અંબાણી ભારતમાં બેન્ટલી બેન્ટાયગાની ડિલિવરી મેળવનાર પ્રથમ વ્યક્તિઓમાંના એક હતા. અંબાણી પરિવાર આ કારનો વધુ ઉપયોગ કરતું નથી, જોકે આકાશ અંબાણી અનેક પ્રસંગોએ કાર ચલાવતા જોવા મળ્યા છે.

તેમની પ્રથમ બેંટાયગાની ડિલિવરી પછી તરત જ, પરિવારે તેમની બીજી બેંટાયગાની ડિલિવરી લીધી. તે બેમાંથી સસ્તી છે પરંતુ તેમ છતાં તેની કિંમત કરોડો રૂપિયા છે. તે મોટાભાગે નાના પુત્ર – અનંત અંબાણી દ્વારા ઉપયોગમાં લેવાય છે અને તે સાયકાડેલિક રેપ ધરાવે છે. અંબાણીના કાર કલેક્શનમાં મર્સિડીઝ-બેન્ઝ જી-વેગન, બેન્ટલી બેન્ટાયગા જેવા લક્ઝરી વાહનોનો સમાવેશ થાય છે જે ભારતની સૌથી મોંઘી એસયુવી છે.

આ ઉપરાંત તેમની પાસે રેન્જ રોવર વોગ, રોલ્સ રોયસ ફેન્ટમ ડ્રોપહેડ કૂપ અને મેબેક 62 જેવા વાહનો પણ છે. અંબાણી પરિવારના કાર કલેક્શનમાં સૌથી મૂલ્યવાન વાહન મેબેક 62 છે, જેની કિંમત રૂ. 5.12 કરોડ છે. અંબાણી પરિવાર આ લક્ઝરી કાર ખરીદનાર પ્રથમ ભારતીય પરિવાર હતો. આ કાર 6.0-લિટર V12 દ્વારા સંચાલિત છે જે 5513 cc એન્જિન સાથે 620 Bhp અને 1000 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તે 5.4 સેકન્ડમાં 100 KMPHની ઝડપ પકડી શકે છે. આ ઉપરાંત પણ અંબાણી પરિવાર પાસે બીજી ઘણી પર લક્ઝરી કારો છે.

Shah Jina