રાંચી રસ્તા પર પોતાની વધુ એક વિન્ટેજ કાર સાથે નીકળેલ MS ધોનીનો વીડિયો થયો કેમેરામાં કેદ, કાર જોઈને નજર નહિ હટે, જુઓ વીડિયો

ધોનીની કાર પ્રત્યેની દીવાનગી હવે જગ જાહેર થઇ રહી છે, રાંચીના રસ્તા પર એક પછી એક વિન્ટેજ કાર સાથે થઇ રહ્યો છે સ્પોટ, જુઓ એક નવો જ વીડિયો

MS Dhoni spot with vintage car : ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોય, પરંતુ તેમના ચાહકોના પ્રેમમાં જરા પણ કમી નથી આવી. ધોનીને ચાહકો આજે પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો તેના ક્રિકેટ રમવા સમયે કરતા હતા. હાલ ધોની ચેન્નાઇ સુપરકિંગ્સની કમાન સાંભળે છે અને જયારે પણ ચેન્નાઇની મેચ હોય અને કોઈપણ સ્ટેડિયમમાં હોય ત્યારે આખું મેદાન ધોની મય બની જાય છે. સાથે જ ધોનીની એક ઝલક જોવા માટે પણ લોકો આતુર થતા હોય છે.

રોલ્સ રોય સાથે પહેલા થયો હતો સ્પોટ :

થોડા સમય પહેલા જ ધોનીના ગેરેજનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં અઢળક બાઈક સાથે સાથે વિન્ટેજ કારનું કલેક્શન પણ જોવા મળ્યું હતું. ત્યારે રાંચીના રસ્તા પર ધોની કાર ચલાવતો હોય તેવા પણ ઘણા વીડિયો સામે આવતા રહે છે. હાલ ધોનીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે રાંચીના રસ્તા પર વિન્ટેજ કાર સાથે જોવા મળે છે. અગાઉ, કેપ્ટન કૂલ રોલ્સ રોયસ રેથ ચલાવતો જોવા મળ્યો હતો. જે એક લક્ઝરી સેડાન કાર હતી. આ મોડલ પણ 1975-1980 વચ્ચે વેચવામાં આવ્યું હતું.

વધુ એક વિન્ટેજ કાર સાથેનો વીડિયો વાયરલ :

ત્યારે હાલ વાયરલ ક્લિપમાં માહી તેની 1973ની વિન્ટેજ કાર, Capontiac Trans Am SD-455 ચલાવતો જોવા મળ્યો હતો. આ દરમિયાન કોઈએ તેનો વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતો. તેને જ્હોન (@CricCrazyJohns) નામના એકાઉન્ટ પરથી ટ્વિટર પર શેર કરવામાં આવ્યું છે. કેપ્શનમાં લખ્યું છે “એમએસ ધોની રાંચીના રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરી રહ્યા છે.” માત્ર 27 સેકન્ડની આ ક્લિપમાં જોઈ શકાય છે કે ધોની લાલ રંગની કારમાં એકલો બેઠો છે. તેણે આંખો પર ડાર્ક ચશ્મા પહેર્યા છે.

ચાહકો પણ થયા ખુશ ખુશાલ :

ક્રિકેટરના અંદાજને લોકો પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચુક્યા છે અને લાઈક કરી ચુક્યા છે. આ સિવાય યુઝર્સે કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એકે લખ્યું “જો કોઈ કલેક્શન હોય તો આવું હોવું જોઈએ. બીજાએ ટિપ્પણી કરી – હું આ કારના પ્રેમમાં પડ્યો. તે જ સમયે, અન્ય યુઝરે કહ્યું- ધોની પાસે કાર અને ટ્રોફીનું શ્રેષ્ઠ કલેક્શન છે.

Niraj Patel