આ ટીવી અભિનેત્રીએ ડેટિંગના 4 મહિના બાદ જ 10 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે કરી લીધા લગ્ન, હવે કર્યો ખુલાસો

ઈશ્કબાજ ફેમ આ અભિનેત્રીને પ્રેમમાં મળી ચુક્યો છે 5 વાર દગો, હવે 10 વર્ષ નાના વ્યક્તિ સાથે કર્યા લગ્ન,હવે કર્યો ખુલાસો

જ્યારે કોઈની પણ જોડે પ્રેમ થાય છે તો ઉંમર, ધર્મ, સ્ટેટસની કોઇ કિંમત નથી રહેતી. આવું જ કંઈક અભિનેત્રી મૃણાલ દેશરાજ માટે પણ છે.5 વાર પ્રેમમાં દગો મેળવી ચુકેલી મૃણાલને 43 વર્ષની ઉંમરમાં પ્રેમ મળ્યો છે અને તે તેનાથી ઉંમરમાં 10 વર્ષ નાનો છે. અમુક સમય પહેલા જ મૃણાલે આશિમ મથન સાથે લગ્ન કર્યા છે જે હેલ્થ કેર અને વેલનેસ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે.

પોતાના ઇન્ટરવ્યૂમાં મૃણાલે લગ્ન વિશે વાત કરતા કહ્યું કે બંનેના પરિવારના લોકો લગ્નના વિરોધમાં હતા. મૃણાલે ખુલાસો કરતા કહ્યું કે તે ડેટિંગ કરવાને બદલે સીધી જ લગ્ન કરવા માંગતી હતી માટે તેને પહેલી જ ડેટ પર લગ્ન માટે પ્રપોઝ કરી દીધું હતું. મૃણાલે કહ્યું કે,”બધું જ અચાનક થઇ ગયું. અમે મળ્યા અને પહેલી જ ડેટમાં મેં તેને કહ્યું કે હું લગ્ન કરવા માગું છું અને તે પણ રાજી થઇ ગયો. અમે ડેટિંગ શરૂ કરી અને ચાર જ મહિનાની અંદર લગ્ન કરી લીધા.હું એક સાચા અને યોગ્ય વ્યક્તિની શોધ કરી રહી હતી અને અચાનક અમે લગ્ન કરી લીધા”.

મૃણાલે આગળ કહ્યું કે,’ મારા પરિવારને તો પહેલા વિશ્વાસ જ ન થયો કે હું લગ્ન કરવાની છું.તેઓએ મને સ્પષ્ટ કહી દીધું હતું કે જો અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તો ડેટિંગ કરવાને બદલે સીધા જ લગ્ન કરી લો.કેમ કે તેઓને લાગતું હતું કે મારા ગત રિલેશન્સની જેમ આ વખતે પણ ડેટિંગ અને બ્રેકઅપ કરી લઈશ.જ્યારે મેં આ વાત આશિમને જણાવી તો તે પણ લગ્ન માટે માની ગયો”.

 

 

View this post on Instagram

 

A post shared by Mreenal Deshraj (@mreenaldeshraj)

મૃણાલ અને આસીમ વચ્ચે 10 વર્ષનું અંતર છે એવામાં પહેલા તો મૃણાલનો પરિવાર આ લગ્નના વિરોધમાં હતો. જો કે બાદમાં તેઓને અહેસાસ થયો કે અમે બંને એકબીજા માટે એકદમ પરફેક્ટ છીએ, અને લગ્ન બાદ બધું જ ઠીક થઇ ગયું. ઉંમરના અંતર વિષે મૃણાલે કહ્યું કે તેઓના માટે ઉંમર તો માત્ર એક આંકડો જ છે.મૃણાલે ઈશ્કબાજ અને નાગિન જેવા ટીવી શોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી હતી. જણાવી દઈએ કે આશિમ સાથે લગ્ન કરતા પહેલા મૃણાલ પાંચ વાર પ્રેમ કરી ચુકી છે અને તેમાં પણ તેને દગો મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Mreenal Deshraj (@mreenaldeshraj)

પાંચ વાર દગો મળ્યા બાદ મૃણાલ અંદરથી એકદમ ભાંગી પડી હતી, પણ ક્યારેય તેણે હિંમત હારી ન હતી.મૃણાલને સાચો પ્રેમ અશિમના રૂપે મળ્યો.એક કોમન ફ્રેન્ડ દ્વારા બંનેની મુલાકાત 2021માં થઇ હતી. જેના બાદ ધીમેધીમે બંને વચ્ચે દોસ્તી અને પ્રેમ થયો. આશિમે મૃણાલને ગોવામાં પ્રપોઝ કર્યું હતું, જેના બાદ મુંબઈમાં સગાઈ કરી હતી. અને પરિવારની મંજુરીથી લગ્ન કર્યા હતા.મૃણાલ છેલ્લી વાર નાગિન-3 શોમાં જોવા મળી હતી.

Krishna Patel