સ્ટેજ પર નાચતા-નાચતા દુલ્હનની બહેન અચાનક પડી ગઇ, હાર્ટ એટેકથી થયુ મોત- લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ

દુલ્હનની બહેન સ્ટેજ પર કરી રહી હતી ડાંસ, અચાનક ઊંધા મોંએ પડી, ઘરથી ડોલી પહેલા ઉઠી અર્થી- જુઓ વીડિયો

બહેનના લગ્નમાં ખુશીથી ઝૂમી રહી હતી યુવતિ, દ્વાર પર જાનની જોવાઇ રહી હતી રાહ પણ હસી-ખુશીનો માહોલ થોડી જ સેકન્ડોમાં બદલાઇ ગયો માતમમાં…મધ્યપ્રદેશના રીવામાં લગ્ન સમારોહમાં ડાન્સ કરતી વખતે એક યુવતીના મોતનો મામલો સામે આવ્યો છે. યુવતી સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી અને તે અચાનક પડી ગઈ. ઘટનાસ્થળે હાજર લોકો તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.

યુવતીના મોતથી લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર યુવતિના ડાન્સનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લહેંગો પહેરેલી મહિલા સ્ટેજ પર ડાન્સ કરી રહી છે. અચાનક ડાન્સ કરતી વખતે તે પડી જાય છે અને લાંબા સમય સુધી ઊભી ન થતા લોકોને કંઈક અઘટિત થયુ હોય તેવું લાગ્યુ.

આ દરમિયાન તરત જ યુવતિને હોસ્પિટલ લઈ જવામાં આવી અને તપાસ દરમિયાન તબીબોએ બાળકીને મૃત જાહેર કરી. જણાવવામાં આવી રહ્યું છે કે યુવતી કઝિનના લગ્નમાં સામેલ થવા ઈન્દોરથી વિદિશા આવી હતી. મૃતક યુવતીની ઓળખ 25 વર્ષિય પરિણીતા જૈન તરીકે થઈ છે. સંગીત સમારોહના દિવસે આ દુર્ઘટના બની હતી. સંગીતનું આયોજન વિદિશાના એક રિસોર્ટમાં કરવામાં આવ્યું હતું.

Previous Article

જાહ્નવી કપૂરનો સુપર એલિગન્ટ લુક, સ્વીટહાર્ટ નેકલાઇન ગાઉનમાં ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર

Next Article

લગ્ન કરો, પછી આપી દો છૂટાછેડા....એવો દેશ જ્યાં પર્યટકોને મળે છે થોડા દિવસો માટે પત્ની...

error: Protected Content!