લગ્ન કરો, પછી આપી દો છૂટાછેડા….એવો દેશ જ્યાં પર્યટકોને મળે છે થોડા દિવસો માટે પત્ની…

કહેવાય છે કે જે લગ્નના લાડુ એ પણ પછતાય ને ના ખાય એ પણ… જો તમે સિંગલ છો અને એ દુવિધામાં જીવી રહ્યા છો કે તમે થોડા દિવસો માટે લગ્ન કરો અને લગ્ન પછીના જીવનનો અનુભવ કરી શકો તો આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ભારતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને ત્યાંની મહિલાઓ થોડા દિવસો માટે પ્રવાસીઓ સાથે લગ્ન કરે છે.

ઇન્ડોનેશિયા દુનિયાનો એક એવો દેશ છે જ્યાં પ્રવાસીઓ માટે થોડા દિવસો માટે પત્નીઓની વ્યવસ્થા છે. અહીં બીજા દેશથી આવતી વ્યક્તિ પોતાના માટે પત્ની ભાડે રાખી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એશિયન દેશોમાં પ્લેઝર મેરેજનો ટ્રેન્ડ વધી રહ્યો છે, પરંતુ ઇન્ડોનેશિયામાં તેનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે. ઇન્ડોનેશિયામાં પ્લેઝર મેરેજ એક મોટા વ્યવસાય તરીકે ઉભરી રહ્યો છે.

આ કારણે દેશમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ઇન્ડોનેશિયામાં મોટાભાગે ઓછા શિક્ષિત અને ગામડાની છોકરીઓને આ કામ માટે નોકરી આપવામાં આવે છે. ઘણા વચેટિયાઓ પ્રવાસીઓ માટે ભાડેથી પત્નીઓની વ્યવસ્થા કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છોકરીઓને ઊંચા પગાર અને વૈભવી જીવનશૈલીનું વચન આપીને આ ફસાવવામાં આવે છે. દલાલોને દેશમાં એકલા આવતા પ્રવાસીઓ વિશે પણ સંપૂર્ણ માહિતી હોય છે.

પ્લેઝર મેરેજમાં પુરુષ પ્રવાસીઓને છોકરીઓ સાથે પરિચય કરાવવામાં આવે છે, ત્યારબાદ બંનેના લગ્ન કરવામાં આવે છે. લગ્ન પછી છોકરી જ્યાં સુધી પુરુષ ઇન્ડોનેશિયામાં રહે છે ત્યાં સુધી તેની પત્નીની જેમ તેની સાથે રહે છે. ઇન્ડોનેશિયામાં રહીને, બંને સાથે ફરવા, ગમે ત્યાં જઈ શકે છે અને સાથે સમય વિતાવી શકે છે. આ પછી, બંને દેશ છોડતા પહેલા કાયદેસર રીતે છૂટાછેડા લઈ લે છે. જો કે, ઇન્ડોનેશિયાની સરકારે પ્લેઝર મેરેજ પર પ્રતિબંધ મૂક્યો છે, તેથી આ કામ ગુપ્ત રીતે કરવામાં આવે છે. લગ્ન અને છૂટાછેડાની સમગ્ર પ્રક્રિયા કાયદેસર છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!