મનોરંજન

BREAKING : સાંસદ અને હિરોઈન નુસરતે આપ્યો બાળકને જન્મ, પતિથી નહિ પણ બીજાથી ગર્ભવતી થઇ હતી- જુઓ

બંગાળી અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાંના ઘરે કિલકારીઓ ગુંજી છે. અભિનેત્રી માતા બની ગઇ છે. તેમણે સ્વસ્થ બેબી બોયને જન્મ આપ્યો છે. જો કે, હાલ તો બંને સ્વસ્થ છે. નુસરત જહાંએ ડિલીવરીના કેટલાક કલાક  પહેલા જ તસવીર શેર કરી હતી, જેમાં તેણે કેપ્શનમાં લખ્યુ હતુ કે, ડર પર વિશ્વાસ.

નુસરત જહાંની પ્રેગ્નેંસીની ખબરો જૂન મહિનામાં સામે આવી હતી. જારે તેમનો બેબીબંપ લોકો સામે આવ્યો. તે બાદ સતત નુસરત જહાં અને નિખિલ જૈનના સંબંધને લઇને સવાલ ઉઠવા લાગ્યા હતા. આ પર નિખિલે પ્રેગ્નેંસીની વાત વિશે કંઇ જ ના ખબર હોવાની વાત કહી હતી. સાથે જ એ પણ કહ્યુ કે, તે બંને અલગ અલગ ઘરોમાં રહે છે. તેમણે એ પણ કહ્યુ હતુ કે, આ તેમનું બાળક નથી. આ બાદ જ નુસરતના અભિનેતા યશ ગુપ્તા સાથેના સંબંધની વાત સામે આવી હતી.

નુસરત અને યશને લઇને એવી અફવાઓ ઘણી ફેલાઇ હતી. નુસરત એસઓએસ કોલકાતાના પોતાના કો-એક્ટર યશ દાસ ગુપ્તા સાે નજીકતા વધવાની પણ ખબરો આવી હતી. તે સમયે બંને સાથે રાજસ્થાનમાં ટ્રિપ પર પણ ગયા હતા. યશ દાસ ગુપ્તાનું નામ બંગાળી સિનેમાનું ચર્ચિત નામ છે. યશ અત્યાર સુધી હિંદી શો બસેરા, બંદિની, ના આના ઇસ દેશ મેરી લાડો, અદાલત અને મહિમા શનિદેવમાં અભિનય કરી ચૂક્યો છે.

તમને જણાવી દઇએ કે, નુસરત તરફથી તેના અને યશ દાસ ગુપ્તાના સંબંધને લઇને કોઇ નિવેદન સામે આવ્યુ નથી. આ પૂરો મામલો સામે આવ્યા બાદ અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ પતિ નિખિલ જૈન સાથેના બગડેલા સંબંધો પર નિવેદન આપ્યુ હતુ. તેમની વાતોએ લોકોને હેરાન કરી દીધા હતા. નુસરતે તેના લગ્નને પૂરી રીતે ગેરકાનૂની અને અવૈદ્ય ગણાવ્યા હતા. નુસરતે એક નિવેદન જારી કર્યુ હતુ, જેમાં પતિ નિખિલ જૈનથી અલગ હોવાની વાત કહી હતી.

નિખિલનું નામ લીધા વિના નુસરતે તેની પર ફાઇનેંશિયલ ફ્રોડ કરવાનો આરોપ લગાવ્યો હતો. નિખિલ જૈને કહ્યુ હતુ કે, તે બંને ઘણા મહિનાથી સાથે નથી. એવામાં તેમને ખબર નથી કે આ બાળક કોનું છે. નિખિલે સફાઇ આપતા એ પણ કહ્યુ હતુ કે, તેણે કોઇ ફાઇનેંશિયલ ફ્રોડ કર્યો નથી.

ઉલ્લેખનીય છે કે, નુસરત જહાંએ 19 જૂન 2019ના રોજ નિખિલ જૈન સાથે તુર્કીના બોડરમ સિટીમાં સાત ફેરા લીધા હતા. બંનેએ હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. નુસરત અને નિખિલે લગ્ન બાદ રિસેપ્શનનું આયોજન કોલકાતાના આઇટીસી રોયલ હોટલમાં કર્યુ હતુ. જયાં રાજનીતિ અને ફિલ્મ જગતની કેટલીક મોટી મોટી હસ્તિઓ સામેલ થઇ હતી.