બોટ પલટવાને કારણે મોટો અકસમ્તા, સમુદ્રની ગહેરાઇમાં સમાઇ ગઇ 91 જિંદગીઓ….ફેલાયેલી બિમારીથી બચવા માટે ભાગી રહ્યા હતા લોકો

હૈયુ હચમચાવી દેતી દુર્ઘટના: 130 લોકોની બોટ પલટી, નાના બાળકો સહિત 91નાં મોત, જુઓ અંતિમ તસવીરો

દક્ષિણ-પશ્ચિમ આફ્રિકન દેશ મોઝામ્બિકના ઉત્તરી કિનારે મુસાફરોથી ભરેલી બોટ ડૂબી જતાં 90થી વધુ લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તે એક માછીમારી બોટ હતી જે લોકોને પરિવહન કરવા માટે ફેરવવામાં આવી રહી હતી. નામપુલા પ્રાંત નજીકના એક ટાપુ પર પહોંચવાનો પ્રયાસ કરતી વખતે મોજા સાથે અથડાઈને બોટ નિયંત્રણ બહાર અને આ અકસ્માત થયો. (તમામ તસવીરો : સોશિયલ મીડિયા)

મૃત્યુ પામેલા લોકોમાં ઘણા બાળકોનો સમાવેશ થાય છે. રીપોર્ટ્સ અનુસાર, બોટ મુસાફરોને લઈ જવા માટે બનાવવામાં આવી ન હતી અને તેમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો સવાર હતા, જેના કારણે તે ડૂબવા લાગી. આ દુર્ઘટનામાં 91 લોકોના મોત થયા છે, જેમાં ઘણા બાળકો પણ સામેલ છે. રેસ્ક્યુ ટીમને પાંચ લોકોને જીવતા બચાવવામાં સફળતા મળી છે અને કેટલાકની શોધખોળ ચાલુ છે.

જો કે દરિયામાં ઉછળેલા મોજાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાભાગના મુસાફરો કોલેરાના પ્રકોપથી મુખ્ય ભૂમિથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સરકારી આંકડાઓ અનુસાર, દુનિયાના સૌથી ગરીબ દેશોમાં સામેલ મોઝામ્બિકમાં ઓક્ટોબરથી અત્યાર સુધી ખરાબ પાણીને કારણે બીમારીના મામલા 15,000 અને 32 મોત નોંધાયા છે.

નામપુલા પ્રાંત સૌથી વધુ પ્રભાવિત છે. એક તૃતીયાંશ કેસ અહીંથી જ નોંધાયા છે. તાજેતરના મહિનાઓમાં નામપુલામાં પડોશી પ્રાંસ કાબો ડેલગાડોથી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે, જે જિહાદી હુમલાઓને કારણે ભાગી રહ્યા છે.નામપુલા સ્ટેટ સેક્રેટરી અનુસાર, બોટ દુર્ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

બચાવી લેવામાં આવેલા પાંચ લોકોમાંથી બેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. દુર્ઘટના સમયે બોટ મોઝામ્બિક આઇલેન્ડ તરફ જઇ રહી હતી. તે એક નાનો કોરલ ટાપુ છે, જે પૂર્વ આફ્રિકામાં પોર્ટુગીઝ શાસન દરમિયાન રાજધાની તરીકે ઉપયોગમાં લેવાતો હતો. આ ટાપુના નામ પરથી દેશનું નામ રાખવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે તેની શોધ પ્રખ્યાત સંશોધક વાસ્કો દ ગામાએ કરી હતી.

આ ટાપુ યુનેસ્કો, સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્કૃતિ એજન્સી દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સૂચિબદ્ધ છે. મોઝામ્બિક, જે હિંદ મહાસાગરનો લાંબો દરિયાકિનારો ધરાવે છે અને દક્ષિણ આફ્રિકા, ઇસ્વાતિની, ઝિમ્બાબ્વે, ઝામ્બિયા, મલાવી અને તંજાનિયાની સીમાઓ છે. 1975માં આઝાદી સુધી આ એક પોર્ટુગીઝ વસાહત હતી. 30 મિલિયનથી વધારે લોકોના ઘર, તે નિયમિતપણે વિનાશક ચક્રવાતથી પ્રભાવિત થાય છે. માર્ચમાં દક્ષિણ કિનારે ગેરકાયદે માછીમારીની બોટ પલટી જતાં કમસે કમ એક વ્યક્તિની મોત થઇ ગઇ.

લગભગ બે તૃતીયાંશ વસ્તી ગરીબીમાં જીવે છે, દેશે 2010માં કાબો ડેલગાડોમાં શોધેલા વિશાળ પાકૃતિક ગેસ ભંડારથી ઘણી ઉમ્મીદ લગાવી પણ 2017થી ઇસ્લામિક સ્ટેટ સમૂહ સાથે જોડાયેલ આતંકવાદિઓ દ્વારા છેડવામાં આવેલ વિદ્રોહને પ્રગતિએ રોકી દીધી. લડાઈ શરૂ થઈ ત્યારથી 5,000 થી વધુ લોકો માર્યા ગયા અને લગભગ 1 મિલિયનને તેમના ઘર છોડીને ભાગવાની ફરજ પડી.

Shah Jina