મૌની રોયની મહેંદીની તસવીરો આવી સામે, મિત્રોએ મચાવી ધમાલ – જુઓ તસવીરો અને વીડિયો

મૌની રોય ગુરુવાર 27 જાન્યુઆરી 2022 એટલે કે આજે તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે ગોવામાં સાત ફેરા લઇ રહી છે. આ પહેલા બુધવારે હલ્દી સેરેમની અને મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. મૌનીની મહેંદી સેરેમનીની ઘણી તસવીરો સામે આવી છે. આમાં જ્યાં મૌનીનું નામ સૂરજના નામથી શોભે છે ત્યાં મંદિરા બેદીથી લઈને અર્જુન બિજલાની જેવા મિત્રોની મસ્તી જોવા મળી રહી છે. આ ખાસ અવસર પર ગોવાને રંગીન બનાવવા માટે મૌનીના કેટલાક ખાસ મિત્રો મુંબઈથી પહોંચ્યા છે. જેમાં અર્જુન બિજલાની, જિયા મુસ્તફા અને ઓમકાર કપૂર સહિત તેની બેસ્ટફ્રેન્ડ મંદિરા બેદીનો સમાવેશ થાય છે.

મૌની રોયની ખુશીમાં સાથ આપવા મંદિરા બેદી પણ મુંબઈથી ગોવા ગઈ છે. મંદિરાએ સેરેમનીની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં તે મૌની અને સૂરજ સાથે જોવા મળી રહી છે. એક નજીકના મિત્રની જેમ, મંદિરા બેદીએ તેની હલ્દીની વિધિમાં મૌનીને ટેકો આપ્યો. તેણે સૂરજને પણ હલ્દી લગાવી અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના ‘મહેંદી લગા કે રખના’ ગીત પર જોરદાર ડાન્સ કર્યો. અર્જુન બિજલાનીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર કેટલીક તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. આમાં તે મૌની પાસે બેસીને મસ્તી કરતી જોવા મળે છે,

ગોવામાં કોરોના ગાઈડલાઈન્સને કારણે લગ્ન સમારોહને ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યો છે. આમાં ફક્ત પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૌની રોય બીચ સાઇડ વેડિંગ એટલે કે દરિયા કિનારે સાત ફેરા લઇ રહી. મૌનીના બોયફ્રેન્ડની વાત કરીએ તો, સૂરજ દુબઈમાં રહે છે અને ઈન્વેસ્ટમેન્ટ બેન્કર છે. સૂરજ નામ્બિયારનો જન્મ બેંગ્લોરમાં થયો હતો. સૂરજે સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી પણ લીધી છે. તેને પ્રવાસ અને વાંચનનો શોખ છે.

મૌની અને સૂરજની પહેલી મુલાકાત દુબઈમાં થઈ હતી. આ પછી મિત્રતા થઈ અને બંને ડેટિંગ કરવા લાગ્યા. જો કે, બંનેએ ક્યારેય જાહેરમાં તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. એવું પણ કહેવાય છે કે મૌનીએ તેની મિત્ર મંદિરાને સૂરજ નામ્બિયારના પરિવાર સાથે લગ્નની વાત કરવા આગળ કરી હતી. આ પછી મૌની અને સુઝારના પરિવારની મુલાકાત મંદિરા બેદીના ઘરે થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ મૌનીના લગ્નની તસવીરો વાયરલ થઇ હતી, જેમાં તે લગ્નના જોડામાં ખૂબસુરત લાગી રહી હતી.મૌની અને સૂરજને દુલ્હા અને દુલ્હનના લુકમાં જોવા એ કોઈ ટ્રીટથી ઓછું નથી. મૌની રોય અને સૂરજના સાઉથ ઈન્ડિયન વેડિંગ છે. કારણ કે સૂરજ દક્ષિણ ભારતીય છે, તેથી તેની સંસ્કૃતિને માન આપીને, લગ્ન મલયાલી વિધિ મુજબ થયા હતા.

દક્ષિણ ભારતીય દુલ્હન બનેલી મૌની રોયની સાદગી તસ્વીરોમાં સ્પષ્ટ દેખાય છે. સિમ્પલ લુકમાં પણ મૌની અદભૂત લાગી રહી હતી. મૌનીએ સફેદ રંગની સુંદર લાલ બોર્ડરવાળી સાડી પહેરી છે. મૌનીએ ગોલ્ડન જ્વેલરી સાથે તેનો બ્રાઈડ લુક પૂરો કર્યો છે. માંગ ટીકા, કપાળ પર પટ્ટી, કાનની બુટ્ટી, ચોકર સેટ, અને કમરબંધ સાથે મૌનીએ પોતાનો વેડિંગ લુક પૂરો કર્યો છે. માથાથી લઇને પગ સુધી મૌની રોય ગોલ્ડન જ્વેલરીમાં જોવા મળી રહી છે.

મૌનીએ મિનિમલ મેક-અપ અને બિંદી સાથે લુક સિમ્પલ રાખ્યો હતો. લગ્નના મંડપમાંથી મૌની અને સૂરજની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થયા છે. લગ્નની વિધિઓ કરતી વખતે આ કપલ એકસાથે પરફેક્ટ લાગી રહ્યા છે. સૂરજે તેના લગ્નના દિવસે ગોલ્ડન કલરનો કુર્તો અને સફેદ પાયજામા પહેર્યો છે. સૂરજ અને મૌનીની જોડી શાનદાર લાગી રહી છે. મૌની રોયની હલ્દી અને સંગીતના કાર્યક્રમો પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. મૌની રોય પ્રી-વેડિંગ ફંક્શનમાં પણ અદભૂત દેખાતી હતી.

લગ્ન પહેલા મૌનીએ સૂરજ સાથે એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. મૌની સૂરજ નામ્બિયાર સાથે લાલ રંગનો સૂટ પહેરેલી જોવા મળે છે. મૌની ખૂબ જ પ્રેમભરી નજરે સૂરજને જોઈ રહી છે. સૂરજના ચહેરા પર પણ લગ્નની ખુશી અને ચમક સ્પષ્ટ દેખાય છે.આ કપલ વચ્ચેનો પ્રેમ અને રોમેન્ટિક કેમિસ્ટ્રી ચાહકોને પસંદ આવી રહી છે. ચાહકો મૌનીને તેના જીવનની નવી શરૂઆત માટે ઘણો પ્રેમ અને અભિનંદન આપી રહ્યા છે.

મૌનીના લુકની વાત કરીએ તો તે હંમેશાની જેમ સુંદર લાગી રહી છે. લાલ સૂટમાં મૌની રોયનો ટ્રેડિશનલ લુક જોવામાં આવે છે. મૌનીએ તેના સૂટ સાથે ગોલ્ડન ઈયરિંગ્સ પહેરી છે, જે તેના પર ખૂબ જ સુંદર લાગી રહી છે.સૂરજ સફેદ કુર્તા પાયજામામાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. ફોટામાં બંનેની જોડીને જોઈને દરેક લોકો આ જ રીતે તે બંને ખુશ રહે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

મૌની ગોવામાં લગ્ન કરી રહી છે. અભિનેત્રીના લગ્ન પહેલાના ફંક્શનના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાયેલા છે. મૌની તેના હલ્દી ફંક્શનમાં બોયફ્રેન્ડ સૂરજ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. પીળા લહેંગા અને બેકલે ચોલીમાં મૌનીનો લુક એકદમ ગ્લેમરસ લાગી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Angel Jiya (@angeljiya15)

મૌનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.જ્યારે મૌની ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે, તો સૂરજ આ બધાથી દૂર એક ઈન્વેસ્ટમેન્ટ બેન્કર છે. મૌની રોય સોમવારે ગોવા જવા રવાના થઈ હતી, જેના માટે તે મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, કોરોનાના વધતા જતા કેસોને જોતા મૌની અને સૂરજના લગ્નમાં માત્ર 100 લોકો જ હાજરી આપવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Angel Jiya (@angeljiya15)

Shah Jina