મા દીકરાને મોતના મુખમાંથી પણ ઉગારી લાવે, એ વાત સાબિત કરી આપી ઝેબ્રાની માતાએ, સિંહે બચ્ચાનું ગળું પકડ્યું અને પછી…

દુનિયાની અંદર સૌથી સુંદર સંબંધ માતા અને તેના બાળકનો છે. એક મા પોતાના બાળક માટે કંઈપણ કરી શકે છે, પોતાનો જીવ પણ કુરબાન કરી શકે છે, એ મા ભલે કોઈ માણસની હોય કે પછી કોઈ પ્રાણીની. જેના ઘણા ઉદાહરણો પણ આપણે જોયા હશે, ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક માતા પોતાના બચ્ચાને બચાવવા માટે સિંહને પણ ધૂળ ચાટતો કરી દે છે.

જંગલની અંદર આપણે જોયું છે કે વાઘ અને સિંહ જેવા પ્રાણીઓ અન્ય પ્રાણીઓના શિકાર કરતા હોય છે. સોશિયલ મીડિયા અને પ્રાણીઓના વીડિયો બનાવતી કેટલીક ચેનલ ઉપર તેમના વીડિયો પણ જોવા મળે છે. આવું જ કંઈક આ વીડિયોની અંદર પણ જોવા મળી રહ્યું છે, જેમાં એક સિંહ ઝેબ્રાના બચ્ચાનો શિકાર કરવા માટે તેની પાછળ ભાગે છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સિંહ ઝેબ્રાના ટોળા પાછળ ભાગે છે, ઝેબ્રાનું ટોળું પણ આગળ ભાગી રહ્યું હોય છે ત્યારે એક નાનું ઝેબ્રાનું બચ્ચું સિંહનો શિકાર બની જાય છે. તે ઝેબ્રાને દબોચી લે છે અને જમીન ઉપર પાડી દે છે. જેના બાદ સિંહ તેનું ગળું પકડીને લઇ જવા માંગે છે, ત્યારે જ આગળ ચાલી ગયેલી ઝેબ્રાની માતા પાછી આવે છે.


આગળ જોવા મળી રહ્યું છે કે ઝેબ્રાની મા સિંહ સામે થઇ જાય છે અને પોતાના બાળકને સિંહના મોઢામાંથી છોડાવવા મરણીયા પ્રયાસો કર્યો છે. આખરે સિંહના મોઢામાંથી બચ્ચું છૂટી જાય છે અને ઝેબ્રાનું બચ્ચું અને તેની માતા ભાગી જાય છે, અને સિંહ જોતો જ રહી જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને યુઝર્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે, અને એક શ્રેષ્ઠ મા તરીકે ઝેબ્રાની માતાને ગણાવી રહ્યા છે.

Niraj Patel