25 વર્ષ બાદ મળ્યા મા અને દીકરો ! ગુજરાતમાં બેવફા પતિએ બીજા લગ્ન કરી દીકરાને સંબંધીઓને સોંપી દીધો હતો, ઘટના આંખોમાં આંસુઓ લાવી દેશે

25 વર્ષ બાદ દીકરો ગુજરાતથી પહોંચ્યો પોતાની માતાને કેરળમાં શોધવા, નામ સરનામું ના હોવા છતાં પણ શોધી લીધી, જયારે મળ્યા ત્યારે સર્જાયા એવા દૃશ્યો કે જોઈને આંખો છલકાઈ જશે

મા અને દીકરા વચ્ચેનો પ્રેમ ખરેખર અનોખો હોય છે. એક મા પોતાના દીકરા માટે પોતાનો જીવ પણ કુરબાન કરી દેતી હોય છે અને દુનિયા સામે પણ લડી લેતી હોય છે, પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે કે માતા અને દીકરાને કોઈ કારણો સર છુટા પણ પડવું પડતું હોય છે. છૂટાછેડા જેવા કિસ્સાઓમાં બાળક કોઈ એક પક્ષ પાસે જ રહી શકે છે. પરંતુ જયારે વર્ષો બાદ સંતાન પોતાના માતા પિતાને મળે છે ત્યારે ખુબ જ ભાવુક દૃશ્યો સર્જાય છે, હાલ એવી જ એક ઘટનાએ લોકોને ભાવુક કરી દીધા છે.

કેરળની એક મહિલા ગીતા 25 વર્ષ પછી તેના ખોવાયેલા બાળકને મળી. જે બાદ તેણે પોતાની ખુશી વ્યક્ત કરવા માટે માત્ર આંસુ પાડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેરળની એક મહિલા લગભગ 30 વર્ષ પહેલા નોકરી માટે ગુજરાત પહોંચી હતી, ત્યારબાદ તેને ત્યાંના એક પુરુષ સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમ બાદ લગ્ન થયા અને મહિલાએ 1 બાળકને જન્મ આપ્યો. પહેલા સુધી ત્રણેય કેરળમાં રહેતા હતા, પરંતુ લગ્ન પછી થોડો અણબનાવ થયો અને મહિલાના પતિએ તેને છોડી દીધી.

મહિલાનો પતિ પોતાના બાળકને પણ પોતાની સાથે ગુજરાત લઈ ગયો હતો. ગુજરાતમાં, ગીતાના પતિએ બીજા લગ્ન કર્યા અને સંબંધીઓએ બાળકને ઉછેરવાનું શરૂ કર્યું. મોટા થતા બાળકને તેની માતાને મળવાની ઈચ્છા હતી પણ તે કંઈ કરી શકતો ન હતો. એશિયાનેટ ન્યૂઝ સાથેની વાતચીતમાં, પુખ્ત વયના ગોવિંદે જણાવ્યું કે તેની માસીએ તેને કહ્યું હતું કે તેણે તેની માતાને શોધવી જોઈએ.

ગીતા જણાવે છે કે જ્યારે પતિ બાળકને પોતાની સાથે લઈ ગયો હતો ત્યારે તેણે એક પત્ર છોડી દીધો હતો, જેમાં તેણે લખ્યું હતું કે તેનો ક્યારેય ના કરવો. ગીતાને તેના દોઢ વર્ષના બાળકથી અલગ થવાની ફરજ પડી હતી. તે જ સમયે તેની માતાને મળવાની આશા ગોવિંદને ગુજરાતથી કેરળ લઈ આવી હતી. તેના માટે તેની માતાને શોધવી મુશ્કેલ હતી. પરંતુ તેણે હાર ન માની અને પોલીસની મદદથી આખરે તેની પોતાની માતાને શોધી કાઢી. મા-દીકરો 25 વર્ષ પછી મળ્યા, અને આટલા લાંબા સમયના દુઃખની વાતો કરતા કરતા રડી પડ્યા.

ગીતાએ ન્યૂઝ ચેનલને કહ્યું કે તે મૃત્યુ પામતા પહેલા દરરોજ તેના દીકરાને મળવા માટે પ્રાર્થના કરતી હતી. તેના ગાલ નીચે આંસુ વહી જતાં તેણે ધ્રૂજતા અવાજે ઉમેર્યું. “તેણે મારા સપના પૂરા કર્યા. મને ખબર નથી કે શું કહેવું. એવું લાગે છે કે મને લોટરીની બમ્પર ટિકિટ લાગી ગઈ.” ગુજરાતમાં રહેતો ગોવિંદ માત્ર ગુજરાતી અને હિન્દી જ જાણે છે અને ગીતા તેના લાંબા સમયથી ખોવાયેલા અને હવે મળેલા પુત્ર સાથે તૂટેલી હિન્દીમાં વાત કરે છે. ગોવિંદ હવેથી તેની માતા સાથે રહેવાનું વિચારી રહ્યો છે.

Niraj Patel