35 વર્ષિય 7 બાળકોની માતાને થયો 16 વર્ષિય યુવક સાથે પ્રેમ અને પછી બધાની પરવાહ કર્યા વગર કર્યુ એવું કામ કે… જાણો વિગત

ઘોર કળયુગ હો પણ…7 બાળકોની માતાનું દીકરાના મિત્ર પર આવ્યુ દિલ, પછી કર્યું સૌથી બેશરમ કામ- જાણીને ધ્રુજી જશો

લાઇફ પાર્ટનર્સની ઉંમરમાં અંતરની ઘણી કહાનીઓ તમે સાંભળી હશે, પરંતુ આ કહાની તમને હેરાન કરી દેનારી છે. 7 બાળકોની માતા મર્લિન બટિગિએગે પોતે પણ કલ્પના કરી ન હતી કે તેને તેના દીકરાને જે મિત્ર સાથે વીડિયો ગેમ રમવાની ના પાડવા માટે વિચારી રહી હતી, તે જ તેનો જીવનસાથી બની જશે.

પોતાના દીકરાના મિત્ર વિલિયમ સ્મિથના પ્રેમમાં ડૂબેલી મર્લિને તેનાથી અડધી ઉંમરના આ પાર્ટનર સાથે લગ્ન તો કર્યા પરંતુ તેણે ઘણા લોકોના મેણા ટોણા પણ સાંભળ્યા. આ કપલના લગ્નને હવે 12 વર્ષ પણ પૂરા થઇ ગયા છે. મર્લિન તેના બાળકને તેના આ મિત્ર સાથે રમવાની ના પાડી હતી પરંતુ તે જાણતી ન હતી કે તેની જ સાથે મર્લિનને પ્રેમ થઇ જશે અને તે તેની સાથે લગ્ન કરશે. તેઓના સંબંધની ઘણી આલોચના પણ થઇ હતી, પરંતુ તેમના સંબંધને હવે 12 વર્ષ થઇ ગયા છે અને તેઓ હજી પણ સાથે જ છે.

તે સમયે મર્લિન 35 વર્ષની હતી અને તે તેના બાળકો સાથે વેસ્ટ સસેક્ના ક્રોલીમાં રહેતી હતી. ત્યારે દીકરાનો 16 વર્ષિય મિત્ર વિલિયમે ઘરનુ કામ કરવામાં મદદ કરવાની ઓફર કરી. મર્લિન મસલ પેઇનની બીમારીથી પરેશાન હતી. ત્યારે મર્લિન અને વિલિયમ એકબીજાની તરફ આકર્ષિત થયા હતા.

મર્લિને કહ્યુ કે, આ નિર્ણયથી અમારા બંનેના પરિવારો સદમામાં હતા. જો કે, મર્લિનનો પરિવાર તેમની મિત્રતાના સંબધને સમજી ગયો હતો કારણ કે વિલિયમ તેમની ઘણી મદદ કરી રહ્યો હતો. ક્લીનિંગ બિઝનેસ ચલાવનાર મર્લિન કહે છે કે હું વિલિયમના જીવનથી જવા માંગતી ન હતી અને ના ફરી બાળકો ઇચ્છતી હતી પરંતુ મેં કયારેય વિલિયમને પરિવાર બનાવવાથી રોક્યો નથી, તે જો ઇચ્છે તો આવું કરી શકે છે.

ફિલ્મ પ્રોડ્યુસર વિલિયમ કહે છે મને ખબર હતી કે અમારી વચ્ચે કંઇક ખાસ છે. તે મારી ડ્રિમ વુમન હતી અને હજી છે . આ નવા સંબંધ બાદ કપલ જલ્દી જ સાથે રહેવા લાગ્યા હતા અને આ સંબંધને કારણે મર્લિનના એક બાળકે તેની સાથે સંબંધ તોડી દીધો અને વિલિયમના પરિવારે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધુ પરંતુ કપલનું કહેવુ છે કે તેઓ તો પણ ખુશ છે.

ફેબ્રુઆરી 2009માં આ કપલે લગ્ન કર્યા હતા, તેઓ હનીમુન પર પણ ગયા હતા. તેમના લગ્નને 12 વર્ષ થઇ ગયા છે. તેમને સાથે રહેતા 15 વર્ષ થઇ ગયા છે. આટલા વર્ષો બાદ પણ તેઓને બધાની આલોચનાઓ સહન કરવી પડે છે.

મર્લિન કહે છે કે, લોકો અમને ઘૂરી ઘૂરીને જુએ છે પરંતુ અમને અમારા સંબંધ પર ગર્વ છે. હવે આ કપલ તેમના જેવી અપરંપરાગત લવ સ્ટોરી પર ફિલ્મ બનાવાવની તૈયારીમાં છે. આ માટે તેઓ પૈસા એકઠા કરી રહ્યા છે.

Shah Jina