કુંવારી યુવતી સુખ માણીને થઈ પ્રેગ્નેન્ટ, બાળક જન્મ્યું તો કર્યો ડરામણો કાંડ- વાંચીને ગુસ્સો ફૂટી નીકળશે

આખા દેશની અંદર ગાંધીનગરના પેથાપુરની ગૌશાળા પાસે એક માસુમને ત્યજી દેવાનો કિસ્સો ભારે ચર્ચાયો હતો, સાથે પોલીસની કામગીરીને પણ લોકોએ બિરદાવી, પોલીસે ગણતરીના સમયમાં જ આખા કેસનો ભંડાફોડ કરી નાખ્યો, અને ઘણી ચોંકવાનરી હકીકતો પણ સામે આવી ગઈ, ત્યારે હજુ આ ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં અમદાવાદમાંથી વધુ એક માસુમને ત્યજી દેવાની ઘટના સામે આવી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના વેજલપુરમાંથી એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાંના શ્રી નંદનગરમાં એક નિર્દયી માતા પોતાના ફૂલ જેવા બાળકને મૂકીને ફરાર થઈ ગઈ હતી. પોલીસને આ અંગે રહીશે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જેના બાદ માસૂમની માતાને ઝડપી પાડવામાં આવી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે પ્રેમ સંબંધમાં બાળકનો જન્મ થયો હોવાના કારણે અને યુવતી કુંવારી માતા બની હોવાના કારણે બાળકને રઝળતું મુકીની ચાલી ગઈ હતી. પોલીસે હાલ 24 વર્ષીય આ માસુમ બાળકની કુંવારી માતાની અટકાયત કરીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

પોલીસ તપાસમાં માસુમ બાળકની માતા મિઝોરમથી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે માતાને ભાળ મેળવી કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી છે. કુમળા બાળકને તરછોડીને માતા ફરાર થઈ જતા અનેક સવાલો ઉઠ્યા છે. આ બાબતે એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે “હું દેરાસરથી આવી હતી ત્યારે મેં ઉપરના માળથી એક મહિલાને નીચે ઉતરતી જોઈ હતી. ઉપરથી એક બાળકના રડવાનો પણ અવાજ આવતો હતો.”

મહિલાએ આગળ જણાવ્યું હતું કે, “ત્યારે ઉપરથી કોઈ મહિલાએ બૂમ પાડી કે, કોઈ બાળક મૂકી ગયુ છે.  જેના બાદ નીચે લોકોએ તે મહિલાને પકડી પાડી હતી. આ ઘટના બાદ અમે પોલીસને બોલાવી. મહિલાની ભાષા ખબર પડતી ન હતી, તેમજ તેની પાસે આઈકાર્ડ પણ ન હતુ. ઉપરના માળ પર નાગાલેન્ડના વતની રહેતા હતા, આ મહિલા તેમની ત્યાં આવતી હતી. મહિલા એમ જ કહેતી હતી કે હું મિઝોરમની છું.”

Niraj Patel