કરુણતા તો જુઓ સાહેબ !! સુરતમાં દીકરાના સ્કૂલની ફી ભરવા માટે માતાએ બનવું પડ્યું ચોર, આખી ઘટના જાણીને હોશ ઉડી જશે

દીકરાની સ્કૂલ મોંઘી ફી ભરવા માતાએ ગીરવે મૂકેલા ઘરેણાં માટે ચોર બની, સુરતની ચોંકાવનારી ઘટના- જાણો

Mother became a thief in Surat :ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણા લોકો ધોળા દિવસે પણ ચોરી કરતા હોય છે. ત્યારે ઘણીવાર આવી ચોરીની ઘટનામાં કેટલીક એવી વાતો પણ સામે આવે જેના કારણે તમને ચોર પ્રત્યે પણ સહાનુભૂતિ પેદા થઇ જાય. હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જ્યાં એક માતાને પોતાના દીકરાની ફી ભરવા માટે ચોર બનવું પડ્યું અને પાડોશના જ ઘરમાં મહિલાઓ ચોરી પણ કરી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં આવેલ વિવેકાનંદ સોસાયટી ખોડિયાર એપાર્ટમેન્ટમાં રહેતા કાંતિભાઈ નાઈ પોતાના પરિવાર સાથે ગત 23 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ લગ્ન પ્રસંગમાં ગયા હતા અને 27 ફેબ્રુઆરીના રોજ પાછા આવવાના હતા. જયારે તેઓ પ્રસંગ પૂર્ણ કરીને ઘરે આવ્યા ત્યારે ઘરમાં પડેલા અસ્તવ્યસ્ત સમાન જોઈને તમને ઘરમાં ચોરી થવાની આશંકા લાગી હતી. અને તપાસ કરતા ઘરની અંદર પલંગમાં મુકેલા સોના ચાંદીના દાગીના સાથે રોકડ રૂપિયા ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું.

જેના બાદ કાંતીભાઈએ વરાછા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી, જેમાં પાડોશમાં રહેતા જ પ્રીતિબેન વાવડીયા પર શંકા જતા પોલીસે પૂછપરછ કરતા તે ભાંગી પડ્યા હતા અને આ ચોરીની કબૂલાત તેમને કરી હતી. પુચરપુછમાં પ્રીતિબેન પાસેથી એવી વાત સાંભળવા મળી જે જાણીને ખુદ પોલીસ પણ હેરાન રહી ગઈ હતી.  મહિલા ચોરે જણાવ્યું હતું કે તેનો દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે સહ અને તેની ફી ખુબ જ વધારે હોવાના કારણે તેમને પોતાના ઘરેણા ગીરવે મૂકીને કોલેજની ફી ભરી હતી.

હવે ગીરવે મુકેલા ઘરેણા તેમને છોડાવવા હતા અને તેના માટે નાણાંની જરૂરિયાત હોવાના કારણે તેમને ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. મહિલાને માલુમ હતું કે પાડોશી પરિવાર લગ્ન પ્રસંગમાં જવાનો છે, જેથી તેને લોક ખરાબ થઇ ગયું છે એમ કહીને તેમના ઘરનું લોક મઁગાવ્યું અને પછી તેની ડુબ્લીકેટ ચાવી બનાવી દીધી. જયારે પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો ત્યારે ઘરમાં પ્રવેશીને સોનાના દાગીના અને રોકડ રૂપિયા સમેત કુલ 76 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી લીધી હતી. ત્યારે હાલ પોલીસે ચોરીની રકમ સાથે મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel