માથી મોટો કોઈ યોદ્ધા નથી હોતું એ સાબિત કરી આપ્યું આ વીડિયોએ, પોતાના બાળકને સાઇકલ ઉપર સવારી કરાવવા માતાએ અપનાવ્યો એવો જુગાડ કે, જુઓ

દરેક મા પોતાના સંતાનને ખુબ જ પ્રેમ કરતી હોય છે, પોતાના સંતાનની રક્ષા માટે તે દુનિયાની કોઈ પણ તાકાત સામે લડી પણ શકતી હોય છે અને એટલે જ ઈશ્વર કરતા પણ માતાનો દરજ્જો ઘણો ઊંચો છે. મા પોતાના બાળકને ખુશ રાખવા માટે દરેક પ્રયત્ન કરતી હોય છે. એ પછી કોઈ ધનવાન ઘરની માતા હોય કે પછી કોઈ ગરીબ ઘરની મા. સોશિયલ મીડિયામાં માતાના પ્રેમને લઈને ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે.

હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક માનો પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ છલકાતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે અને માતાના તેના બાળક પ્રત્યેના પ્રેમને જોઈને સલામ પણ કરી રહ્યા છે સાથે જ માતાની પ્રસંશા પણ કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે માતા સાઈકલ પર જઈ રહી છે અને પોતાના બાળકને પાછળ ખુરશી સાથે પકડીને બેસાડ્યું છે. વીડિયોમાં પાછળ ખુરશી પર આરામથી બેઠેલું બાળક પણ ખુશ જોવા મળી રહ્યું છે. કેટલાક લોકોએ તેને નવીનતાનું નામ આપ્યું છે તો કેટલાક લોકોએ માતાના બિનશરતી પ્રેમનું નામ આપ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ઘણા લોકો આ વીડિયોને જોઈને અભિભૂત પણ બન્યા છે. વિદ્વયીઓને જોઈને એમ લાગી રહ્યું છે કે માતા કોઈ કામ માટે જઈ રહી છે અને સાથે પોતાના બાળકને પણ લઇ જવાનું થયું છે. પરંતુ સાઇકલની પાછળ બાળકને આરામદાયક સીટ આપવા માટે માતાએ જુગાડ લગાવી અને ખુરશી મૂકી દીધી છે. જેના કારણે બાળક આરામથી બેસી શક્યું.

Niraj Patel