જેને દાંતથી તોડવું પણ હોય મુશ્કેલ એવી 254 અખરોટને 1 મિનિટમાં માથાથી તોડીને બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ, ગિનિસ બુકમાં નોંધાવ્યું નામ… જુઓ વીડિયો

ભારત અને પાકિસ્તાન વચ્ચે અખરોટ તોડની સ્પર્ધામાં જામ્યો જબરદસ્ત મુકાબલો… વિજેતાનું નોંધાયું ગિનિસ બુકમાં નામ… જુઓ વીડિયોમાં કોની થઇ જીત

દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જે પોતાના કામથી દુનિયાભરમાં પોતાનું આગવું નામ બનાવતા હોય છે. ઘણા લોકોમાં એવા અદભુત ટેલેન્ટ હોય છે જેના દ્વારા તે વર્લ્ડ રેકોર્ડ બનાવતા હોય છે અને ગિનિસ બુકમાં નામ પણ નોંધાવતા હોય છે. ત્યારે હાલ એક વ્યક્તિએ એવો જ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

અખરોટ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. પરંતુ અખરોટ ખાવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે. કારણ કે અખરોટને દાંતથી ભાંગવી પણ મુશ્કેલ હોય છે. ત્યારે જો કોઈ વ્યક્તિ માથાથી અખરોટ તોડે તો અને તે પણ 1 જ મિનિટમાં 254 અખરોટ ? જાણીને નવાઈ લાગી ને ? પરંતુ આ કારનામુ એક પાકિસ્તાની વ્યક્તિએ કરી બતાવ્યું છે.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે તાજેતરમાં એક વીડિયો જાહેર કર્યો છે. આ સ્પર્ધા નવેમ્બર 2018માં રોમ, ઇટાલીમાં યોજાઇ હતી. મુખ્ય મેચ ભારતના એસ.નવીન કુમાર અને પાકિસ્તાનના મોહમ્મદ રાશિદ વચ્ચે હતી. નવીને એક મિનિટમાં 239 અખરોટ તોડીને બધાને ચોંકાવી દીધા હતા અને બધાને લાગી રહ્યું હતું કે નવીન કુમાર મેચ જીતી જશે.

જો કે, મોહમ્મદ રાશિદ તેના કરતા ઝડપી નીકળ્યો અને તેણે એક મિનિટમાં 254 અખરોટ તોડી નાખ્યા. આ દરમિયાન બંને સ્પર્ધકોના માથામાંથી લોહી વહેવા લાગ્યું. ત્યારે હવે ગિનિસ બુક દ્વારા પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો પણ તેના પર પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel