ઈતિહાસની પાંચ સૌથી ખૌફનાક ઘટના, જેનો આજે પણ નથી મળ્યો જવાબ

આ વિશ્વમાં અનેક એવી ઘટનાઓ બની છે જેનો જવાબ આજે વર્ષો બાદ પણ નથી મળ્યો. વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી તેના પાછળ સંશોધનો કર્યા છતા પણ કોઈ સફળતા હાથ લાગી નથી. તો આવો જાણીએ ઈતિહાસની આવી જ પાંચ ઘટનાઓ વિશે જેના રાજ પરથી આજે પણ પડદો નથી ઉંચકાયો.

1.જેરુસલેમનો આર્ક ઓફ કોલનેટ: 587 ઈસા પૂર્વ બેબીલોનની સેનાએ જેરુસલેમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં યદુદીઓનું આ શહેર સુંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું. આ સાથે તેમણે તેમના પહેલા મંદિરને પણ તોડી પાડ્યું હતું. આ દરમિયાન મંદિરમાં રાખવામાં આવેલા આર્ક ઓફ કોવનેટનું રહસ્ય ખુલ્યું, જે આજે પણ રહસ્ય છે. આર્ક ઓફ કોવનેટમાં 10 ધર્મોના પુસ્તકો હતા. જો કે આ આર્ટ ઓફ લિવિંગને કોણ લઈ ગયું તે આજે પણ રહસ્ય છે. આજે આ કઈ જગ્યાએ છે તે કોઈ નથી જાણતું. ઘણા લોકો એવું કહે છે કે, તેને બેબિલોનની સેના સાથે લઈ ગઈ છે તો કોઈ કહે છે કે તેને યહુદીઓએ નાશ કરી નાખ્યો છે.

2.ઓક આઈસલેન્ડના ખજાનાનું રહસ્ય: કેનેડાના નોવા સ્કોટિયાની પાસે આવેલા ઓક આઈસલેન્ડમાં મોટો ખજાનો હોવાની વાત કહેવામાં આવે છે. બે સદીથી વધુ સમયથી લોકો આ અંગે વાતો કરી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે, કેપ્ટન વિલિયમ કિડ નામના સમુદ્રી ચાંચિયાએ આ જગ્યાએ ખજાનો છુપાવ્યો હતો. ત્યાર બાદ આ ખજાનાને શોધવા માટે કરોડો ડોલરનો ખર્ચ કરી નાખવામાં આવ્યો પરંતુ તેનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.

3.બેબીલોનના હેગિંગ ગાર્ડન: બેબીલોનમાં 2 હજાર વર્ષ પહેલા હેગિંગ ગાર્ડન હતા કે નહીં તે અંગે લોકોમાં મતમતાંતર છે. 250 ઈસા પૂર્વે ઘણા ઈતિહાસકારોએ પોતાના પુસ્તકમાં હેગિંગ ગાર્ડનનો ઉલ્લેખ કર્યો છે. તેમણે આ હેગિંગ ગાર્ડનને દુનિયાની અજાયબી બતાવી હતી. જો કે આ ગાર્ડન વિશે કોઈ પુરાતાત્વિક સબુત મળ્યા નથી. તેથી હેગિંગ ગાર્ડનનું રહસ્ય આજે પણ અકબંધ છે.

4.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિની હત્યાનું રાજ: અમેરિકાના 35માં રાષ્ટ્રપતિ જોન ઓફ કેનેડીની હત્યા કોણે કરી અને તેની હત્યા કરાવવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમેરિકાના ઈતિહાસનું તે આજે પણ સૌથી મોટુ રહસ્ય છે. વર્ષો વીતી ગયા હોવા છતા હજી તે જાણી શકાયું નથી કે કેનેડીની હત્યા કોણે અને શા માટે કરી. 22 નવેમ્બર 1963ના રોજ અમેરિકાના ડલાસ શહેરમાં કેનેડીની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. ઈતિહાસકારો કહે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની હત્યા કરવી સરળ નથી, તેના માટે કોઈ મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જો કે વર્ષે બાદ પણ આટલું તાકાતવર અમેરિકા એ શોધી નથી શક્યું કે કેનેડીની હત્યા કોણે કરી.

5.પાણીમાં તરતા તરતા ગાયબ થઈ ગયા પ્રધાનમંત્રી:  ઓસ્ટ્રેલિયાના 17માં પ્રધાનમંત્રી હેરોલ્ડ એડવર્ડ હોસ્ટ પાણીમાં તરતા તરતા ગાયબ થઈ ગયા હતા. તે 26 જાન્યુઆરી 1966ના રોજ પ્રધાનમંત્રી બન્યા હતા. તેમને છેલ્લી વખત શેવિઓટ બીચ પર જોવામાં આવ્યા હતા. 17 ડિસેમ્બર 1967માં તેઓ વિક્ટોરિયાના શેવિઓટ બીચ પર સ્વિમિંગ કરી રહ્યા હતા અને તે જ સમયે તે અચાનક ગાયબ થઈ ગયા હતા. તેમની બહુ શોધખોળ કરવામાં આવી પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નહીં. જેથી 20 ડિસેમ્બર 1967ના રોજ તેને સત્તાવાર રીતે મૃત જાહેર કરી દેવામાં આવ્યા. જો કે તેની લાશ હજુ સુધી મળી નથી.

YC