આ વ્યક્તિની લક્ઝુરિયસ કાર ઉપર લગાવવામાં આવી છે 340 કરોડ રૂપિયાની નંબર પ્લેટ? જુઓ વીડિયો

દુનિયાની અંદર ઘણા બધા એવા લોકો છે જેમને અજીબો ગરીબ શોખ હોય છે. ઘણા લોકો પોતાના વાહનના નંબર પણ સિલેક્ટેડ જ રાખતા હોય છે અને હરાજીની અંદર ગાડીના નંબરની મોં માંગી કિંજત પણ ચુકવતા હોય છે. ત્યારે હાલ એક નંબર પ્લેટની ચર્ચા આખી દુનિયામાં થઇ રહી છે. જેની કિંમત 340 કરોડની આસપાસની જણાવવામાં આવી રહી છે.

મોંઘી નંબર પ્લેટ દ્વારા તમે પૈસા વાળા છો એ બતાવવાનો ફોર્મ્યુલા ખૂબ જ ટ્રેન્ડમાં છે. લોકો પોતાના શોખ માટે માત્ર VVIP નંબર પ્લેટ પર કરોડો રૂપિયા ખર્ચીને પોતાના વાહનનો નંબર લે છે. ત્યારે આજે અમે તમને દુનિયાની સૌથી મોંઘી નંબર પ્લેટ અને તેના માલિક વિશે જણાવીશું. જેને ફક્ત પોતાના વાહનની નંબર પ્લેટ માટે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે

વિશ્વની સૌથી મોંઘી નંબર પ્લેટ બ્રિટનમાં રહેતા અફઝલ ખાન નામના કાર ડિઝાઇનરની માલિકીની છે. તેણે ‘F1’ નંબર 14 વર્ષ પહેલા (2008માં) લગભગ 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અફઝલની વેબસાઈટ અનુસાર ત્યારથી તેની કિંમતમાં હાલ જબરદસ્ત વધારો થયો છે. મોટરિંગ એક્સપોઝર મેગેઝિને તેને અત્યાર સુધીની સૌથી મૂલ્યવાન નંબર પ્લેટ જાહેર કરી છે. અફઝલને આ નંબર પ્લેટ માટે કરોડોની ઓફર મળી છે. પરંતુ તેઓએ તેને વેચી નથી. તમને એ વાત જણાવી દઈએ કે બ્રિટેનની અંદર નંબર પ્લેટ વેચવી એ ગેરકાનૂની માનવામાં આવે છે.

અફઝલે કહ્યું કે જ્યાં સુધી તેને કોઈ મોટી ઓફર નથી મળતી. તે આ નંબર પ્લેટ વેચશે નહીં. નંબર પ્લેટ સપ્લાયર વેબસાઇટ Regtransfers પર તેની કિંમત લગભગ 342 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. અફઝલે આ નંબર તેની લકઝરી બુગાટી વેરોન કાર પર લગાવ્યો છે.

વિશ્વની બીજી સૌથી મોંઘી નંબર પ્લેટ સિંગલ ડિજિટ ‘1’ છે. તેને સઈદ અબ્દુલ ગફાર ખૌરીએ લગભગ 109 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે તેને હરાજીમાં ખરીદ્યો. જે અમીરાત ઓક્શન કંપની દ્વારા વર્ષ 2008માં કરવામાં આવી હતી. તમને જણાવો કે ખૌરી અબ્દુલ ખાલિક અલ ખૌરી એન્ડ બ્રોસ કંપની અને મિલિપોલ ઇન્ટરનેશનલ એસ્ટ ના CEO છે.

 

View this post on Instagram

 

A post shared by Afzal KAHN® (@afzalkahn)

દુબઈમાં દુનિયાની ત્રીજી સૌથી મોંઘી નંબર પ્લેટ 73 કરોડ રૂપિયામાં વેચાઈ છે. તેને એક વ્યક્તિએ ચેરિટી ઓક્શનમાં ખરીદ્યો હતો. વાહન નંબર AA8 હતો. વર્ષ 2016માં દુનિયાની ચોથી સૌથી મોંઘી નંબર પ્લેટ 64 કરોડમાં ખરીદી હતી. આ ‘D5’ નંબર ભારતીય બિઝનેસમેન બલવિંદર સાહનીએ ખરીદ્યો હતો. તેણે કહ્યું હતું કે તેને આ નંબર પ્લેટ જોઈએ છે કારણ કે તેનો લકી નંબર 9 છે અને ‘D’ મૂળાક્ષરનો ચોથો અક્ષર છે. તો 4 અને 5 નો સરવાળો 9 થાય.

Niraj Patel