તુર્કીમાં બને છે દુનિયાનું સૌથી મોંઘુ મધ અને કિંમત વિશે વિચારવાની ભૂલ પણ ના કરતા
મધ સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણાકારી માનવામાં આવે છે. આપણે ત્યાં મધનો વિવિધ રીતે ઉપયોગ પણ થાય છે અને આપણા દેશમાં સારામાં સારું શુદ્ધ મધ તમને 1000 થી લઈને 5000 રૂપિયા કિલોના ભાવે મળી જાય છે. પરંતુ એક એવી જગ્યા છે જ્યાં એક કિલો મધ હજાર નહિ પરંતુ લાખો રૂપિયાના ભાવે વેચાય છે. દુનિયાની સાથી મોંઘુ મધ વેચવા વાળી કંપનીનું નામ સેનટૌરી (Centuauri) છે. જેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડની જાણકારી પ્રમાણે આ મધ સામાન્ય મધ જેવું નથી. દુનિયાનું આ સૌથી મોંઘુ મધ સમુદ્ર તળથી લગભગ 2500 મીટરની ઊંચાઈ ઉપર બનેલી ગુફામાંથી કાઢવામાં આવે છે.
મોટાભાગે આપણે જાણીએ છીએ કે મધનો સ્વાદ ગળ્યો હોય છે, તમે પણ જો એવું માનતા હોય કે દુનિયાના આ સૌથી મોંઘા મધનો સ્વાદ પણ ગળ્યો હશે તો તમે ખોટું વિચારો છો કારણ કે આ મધ સામાન્ય મધ કરતા થોડું કડવું હોય છે, એવું કહેવામાં આવે છે કે આ મધ સ્વાદમાં ભલે કડવું હોય પરંતુ તેના ઘણા બધા ફાયદાઓ છે.
આ મધ ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ સમેત અન્ય તત્વોની ભરપૂર માત્રા મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારક માનવામાં આવે છે.
દુનિયાનું આ સૌથી મોંઘુ મધ તુર્કીમાં મળી આવે છે. જ્યાં સામાન્ય મધ વર્ષમાં બે-ત્રણ વાર નીકળે છે ત્યાં તુર્કીનું આ ખાસ મધ વર્ષમાં એક જ વાર બને છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મધ કાઢયા બાદ તેને તુર્કી ફૂડ ઇન્સ્ટિટ્યૂટ મોકલવામા આવે છે. ત્યારબાદ ત્યાં મધની ક્વોલિટીની તપાસ થાય છે. ક્વોલિટી ચેક કર્યા બાદ જ તેને વેચાણ માટે મોકલવામાં આવે છે.
તો હવે વાત કરીએ આ ખાસ અને સૌથી મોંઘા મધની કિંમતની તો રિપોર્ટ પ્રમાણે દુનિયાનું આ સૌથી મોંઘા મધની કિંમત 8.5 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. જે સામાન્ય મધની કિંમત કરતા કેટલાય ઘણી વધારે છે.