આ છે મોતના પુલ, પર્યટકોની એક નાની અમથી ભૂલ પણ તેમને મોતના દરવાજા સુધી લઇ જઇ શકે છે, જુઓ તસવીરો

દુનિયામાં ઘણા ઓછા લોકો એવા છે, જેમને મોતથી ડર ના લાગતો હોય. સામાન્ય રીતે વધારે લોકો તેમના મોતથી ડરે છે અને મગજમાં તેનો ખ્યાલ પણ આવે તો ગભરાઇ જાય છે. દુનિયામાં કેટલીક એવી ભયાનક જગ્યા છે અને ત્યાં જનારને તેમના જીવનો ખતરો સતાવતો રહે છે. ચીનમાં Coiling Dragon Cliff Skywalk ને મોતનો પુલ માનવામાં આવે છે, તેની ખૌફનાક તસવીરો જોઇ તમે હેરાન રહી જશો.

આ પુલ પર સામાન્ય લોકો માટે જવુ શક્ય નથી. તેની ભયાવહતાને કારણે તે માત્ર રોમાંચ પસંદ હોય તેવા લોકો માટે પરફેક્ટ છે. અહીં જનાર પર્યટકોનો પરસેવો છૂટી જાય છે અને તેઓ બૂમો પાડતા પાડતા આગળ વધે છે.

ચીનમાં બનાવવામાં આવેલ Dragon Cliff Skywalk China પુલ 100 મીટર લાંબો અને પાંચ ફૂટ પહોળો છે. મોતનો પુલ 1500 મીટરની ઊંચાઇ પર ‘તીયાનમેન માઉંટેન’ પર બનેલો છે.

આ પુલને વપ્ષ 2016માં સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો હતો. ત્યારથી તેની ગણતરી દુનિયાની સૌથી ભયાનક જગ્યામાં થવા લાગી છે. અહીં જનાપ પર્યટકોની નાની ભૂલ પણ તેમનો જીવ લઇ શકે છે.

ચીનમાં બનાવવામાં આવેલ Coiling Cliff Skywalk પુલ દુનિયાનો સૌથી ખતરનાક પુલ માનવામાં આવે છે. આ કાંચથી બનેલો છે અને અહીં જનાર પર્યટકોની ડરના કારણે ચીસો નીકળી જાય છે. આને મોતનો પુલ કહેવામાં આવે છે.

Shah Jina