ખબર

લીલા ચણા ખાતા પહેલા આ વીડિયો જરૂર જોઈ લેજો, મોરબીમાં એક વ્યક્તિએ ચણા સાથે કર્યું એવું કે જોઈને તમારી હાલત ખરાબ થઇ જશે

ખોટું કામ ક્યારેય છૂપું રહેતું નથી એ કહેવત તો આપણે સૌએ સાંભળી છે, તો વળી હાલનો જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં ઘણી એવી ઘટનાઓના પર્દાફાશ થાય છે કે તેના વીડિયો જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. હાલ એવો જ એક વીડિયો મોરબીમાંથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો જોવા મળી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ખુલ્લેઆમ ગટરમાંથી પાણી લાવી અને લારી ઉપર રહેલા લીલા ચણા ઉપર છાંટી રહ્યો છે. ગટરના પાણીથી લીલા ચણા ધોઈને તે લોકોના આરોગ્ય સાથે પણ ચેડાં કરી રહ્યો છે, આ વાયરલ વીડિયોને જોઈને લોકોનો ગુસ્સો પણ બહાર આવી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો મોરબીના બેઠા પુલ નીચેનો હોવાનું જણાઈ રહ્યું છે, જ્યાં એક વ્યક્તિ પોતાની લારી લઈને લીલા ચણા વેચી રહ્યો છે અને તેને ધોવા માટે અને ચણાનું વજન વધે તે હેતુથી તે ગટરનું પાણી ડોલમાં ભરી લાવીને ધોઈ રહ્યો છે. મોરબીવાસીઓ દ્વારા આ વીડિયોની ખરાઈ કરીને તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ પહેલા પણ ઘણી એવી ઘટનાઓ સામે આવી છે જેમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. ઘણા વીડિયોની અંદર ખાણીપીણીના સામાનની અંદર ભેળસેળ પણ થતી જોવા મળે છે. થોડા સમય પહેલા ગટરના પાણીથી ધાણા ધોવાનો પણ એક વીડિયો સામે આવ્યો હતો.