સુરત, અમદાવાદ અને રાજકોટ બાદ હવે મોરબીમાં પણ ક્રિકેટ રમતા રમતા જ યુવકને આવ્યો હાર્ટ એટેક, થયું મોત, જાણો સમગ્ર મામલો

હાર્ટ એટેકથી બચજો….32 વર્ષના ગ્રામ સેવકે પ્રેક્ટિસ મેચમાં જ ગુમાવ્યો જીવ, 4 વર્ષના બાળકના માથેથી છીનવાયો પિતાનો પડછાયો…જુઓ તસવીરો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકેના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. નાની ઉંમરના યુવાનોને પણ હવે હાર્ટ એટેક આવી રહ્યો છે. પહેલા મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધુ જોવા મળતા હતા પરંતુ આજે તો 25થી 40 વર્ષના યુવાનોમાં પણ હાર્ટ એટેકની સમસ્યા જોવા મળી રહી છે. છેલ્લા થોડા જ સમયમાં જિમમાં અને ક્રિકેટ રમતા ઘણા યુવકોને હાર્ટ એટેક આવી ચુક્યા છે.

ખાસ કરીને રાજકોટ, અમદાવાદ અને સુરતમાં આવી ઘટનાઓ વધુ જોવા મળી છે ત્યારે હાલ એક ખબર મોરબીથી સામે આવી છે. હળવદમાં એક યુવકનું ક્રિકેટની રમત દરમિયાન હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા પંચાયત દ્વારા 25થી 31 એપ્રિલ દરમિયાન એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટમાં હળવદમાં આવેલા માયાપુર ગામના રહેવાસી અશોક કંઝારિયા પણ ભાગ લેવાના હતા. ત્યારે આ ટુર્નામેન્ટને લઈને વિરોધી ટીમને હરાવવાની રણનીતિ બનાવવા અને કેવી રીતે રમત રમવી તે માટે થઈને પ્રેક્ટિસ મેચનું આયોજન લજાઈ ગામ ખાતેના મેદાનમાં કરવામાં આવ્યું હતું. ત્યારે મેચની રમત દરમિયાન તેમને વોમિટિંગ અને છાતીમાં દુખાવો થવાની ફરિયાદ થઇ હતી.

જેના બાદ તેને તાત્કાલિક બાજુમાં આવેલી એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો. જેને લઈને પરિવાર અને ક્રિકેટપ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અશોકભાઈ હળવદ તાલુકા મથકના સેજા ગામમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા હતા. તેમના મોત બાદ તેમનો ચાર વર્ષનો દીકરો પણ નોધારો બન્યો છે. તે એક સારો ક્રિકેટર પણ હતો. જેની હળવદને કાયમ ખોટ રહેશે.

Niraj Patel