નગરપાલિકા પાસે સર્ટિફિકેટ લીધા વગર જ બ્રિજ ખુલ્લો મુકાઈ ગયો, મૃતકોમાં સૌથી વધુ બાળકો મર્યા

મોરબીમાં આજે રવિવારે સાંજે થયેલી ખતરનાક દુર્ઘટના માં પરિવાર સાથે ફરવા નીકળેલા લોકો નદીમાં ખાબક્યા હતા અને ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. આ ઝૂલતો પુલ તૂટતાં અનેક લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા ત્યાં આશરે પાનસો લોકો હતા. હાલમાં લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તમામ સરકારી હોસ્પિટલો કે પ્રાઈવેટ હોસ્પિટલો ખોલવામાં આવી છે. હાલ 10થી 12 મૃતહેદ બહાર કઢાયા છે. જેમાં સૌથી વધુ આંકડો બાળકોનો બહાર આવવાની શક્યતા છે. પુલ જ્યાં તૂટ્યો ત્યાં નીચે 15થી 20 ફૂટ પાણી હોવાની શક્યતા છે. જે મૃત્યુ થયા છે તેમાં સૌથી વધુ બાળકો હોવાનો અંદાજ છે.

આ ઝૂલતા પુલનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા જિંદાલ કંપનીને રીપેરીંગ અને મેઇન્ટેનન્સનું કામ આપવામાં આવ્યું હતું અને પાલિકા દ્વારા ઓરેવા ટ્રસ્ટને આગામી 15 વર્ષ સુધી આ પુલની મેન્ટેઈનન્સ અને રીપેરીંગની સમગ્ર જવાબદારી સોંપવામાં આવી હતી.

કહેવાય છે કે હજુ મૃત્યુંઆંક વધી શકે છે. આ ઘટનામાં પુલ પરથી નદીમાં પટકાયેલા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. કચ્છથી લઈને જકોટથી તરવૈયા તથા રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. હેલ્પ લાઇન નંબર 02822 243300 આપ્યો છે.

ઝી 24 મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નગર પાલિકાના ચીફ ઓફિસરે મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અમને જાણ કર્યા વગર પુલ ખુલ્લો મુકી દેવાયો હતો. સર્ટિફિકેટ વિના જ પુલ શરૂ કરી દીધો હતો. મંજૂરી વગર જ દિવાળીના તહેવારોમાં પુલ શરૂ કરી દીધો હતો.

YC