મોરબીમાં ચાલુ કારે હાર્ટ એટેક આવતા 30 વર્ષના યુવકનું મોત, પરિવાર રડી રડીને અડધો થઇ ગયો…

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના યુવાનોના હાર્ટ એટેકથી મોત થવાની ઘટના સતત સામે આવી રહી છે. કોઇને લગ્નમાં નાચતી વખતે તો કોઇને ક્રિકેટ કે ફૂટબોલ રમતી વખતે તો કોઇને વાહન ચલાવતી તો કોઇને જીમમાં એક્સરસાઇઝ કરતી વખતે હાર્ટ એટેક આવતા મોતને ભેટવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે રાજયમાંથી વધુ એક કિસ્સો હાર્ટ એટેકથી મોતનો સામે આવ્યો છે.

Image source

મોરબીમાં એક યુવકનું ચાલુ કારે હાર્ટ એટેક આવતા મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે ચાલુ કારે 30 વર્ષીય નરપત ઉભડિયાને હાર્ટ એટેક આવ્યા બાદ તેનું મોત નીપજ્યું. મૃતક નરપત મોરબીથી ઇકોકારમાં વાંકાનેર આવી રહ્યો હતો ત્યારે જ વઘાસીયા ટોલનાકા પાસે તબિયત લથડી હતી. મૃતક સાથે આ ઘટના મિત્ર સાથે ઇકો કાર લઈને મોરબી પાર્સલ લઇ પરત ફરતા સમયે બની હતી.

પ્રતિકાત્મક તસવીર

મૃતક ખાનગી શાળામાં કોમ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. જણાવી દઈએ કે, બે દિવસ પહેલા સુરતમાં એક યુવકનું હાર્ટએટકથી મોત જ્યારે રાધનપુર એસ.ટી ડ્રાઈવરનું પણ હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યુ હતુ. છેલ્લા થોડા દિવસોથી યુવાનોના હાર્ટ એટેકથી મોત ચિંતાજનક વિષય છે. છેલ્લા બે-ત્રણ મહિનામાં તો ઘણા લોકોએ હાર્ટ એટેકથી પોતાના જીવ ગુમાવ્યા છે.

Shah Jina