ખુશી ખુશી પ્રેમ લગ્ન કરનાર આ યુવકે કેમ કરી લીધો આપઘાત? આપઘાત પહેલા વીડિયો બનાવીને બધાને ચોંકાવ્યા

દેશભરમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે કેટલાક લોકો પ્રેમમાં અસફળ બનવાને કારણે જીવ ગુમાવે છે, તો કેટલાક લોકો આર્થિક તંગીમાં આવીને મોતને વહાલું કરતા હોય છે. હાલ એવો એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં એક પ્રેમીએ આપઘાત કર્યા પહેલા ફેસબુક ઉપર લાઈવ કરીને પ્રેમિકાને સંદેશ આપ્યો છે.

ઘટનાની વિગત અનુસાર, મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા એક 25 વર્ષીય નવયુવાન કિશનભારથી અશોકભારથી ગૌસ્વામીએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું  હોવાની ઘટના સામે આવી છે. ત્યારે હવે આ મામલે દીકરીના પરિવારજનોનું કહેવું છે કે યુવકના આક્ષેપો ખોટા છે. આ બાબત પાયાવિહોણી છે તેવું તેમનું કહેવુ છે.

આ ઘટના અંગે મૃતકના માસીએ જણાવ્યુ કે, મૃતક યુવાનની પત્ની અને તેના પરિવારવાળા તેને ત્રાસ આપતા હતા. તે બાદ પત્નીના માસી આવીને તેને લઇ ગયા હતા અને તે બાદથી કોર્ટમાં કેસ ચાલતો હતો અને પહેલી મુદ્તમાં મૃતક કિશનભારથીની પત્ની આવી નહિ અને બીજી મુદ્તમાં પણ તે ન આવવાથી અને બધા તેને પરેશાન કરતા હોવાથી તેણે મોતને વહાલુ કર્યુ.

હવે આ બાબતે મૃતકના પત્નીની માતાનું કહેવુ છે કે તેમની દીકરીના લવ મેરેજ હતા. થોડા દિવસ સુધી દીકરીને સારુ રાખ્યુ અને તે બાદ માનસિક ત્રાસ થવા લાગ્યો અને માથાકુટ પણ થતી. તે બાદ તેના ભાઇજીની દીકરીએ કહ્યુ એટલે લઇ આવ્યા અને બાદમાં પોલિસ સ્ટેશન ગયા અને પછી છુટાછેડાની વાત થઇ અને તેના બે દિવસ બાદ મૃતક તેમના ઘરે ગયો અને કહ્યુ કે હું મરી જઇશ. આ બાબતે આગળ તેમણે જણાવ્યુ કે, તેમની દીકરીએ કહ્યુ હતુ કે તેણે બે-ત્રણ વાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યુ કે, અમે કોઇ દિવસ ફોન પણ કર્યો નથી અને તેમના ઘરે પણ ગયા નથી. હવે આ બાબતે મોરબી એ ડિવિઝન પોલિસ તપાસ કરી રહી છે.

શું હતો મામલો:  મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા એક 25 વર્ષીય નવયુવાન કિશનભારથી અશોકભારથી ગૌસ્વામીએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું  હોવાની ઘટના સામે આવી છે. આ આપઘાત પાછળ પ્રેમ પ્રસંગ જવાબદાર હોય તેમ માનવામાં આવી રહ્યું છે. કારણ કે યુવકે આપઘાત પૂર્વે ફેસબુક ઉપર લાઈવ વીડિયો શેર કરીને કેટલીક વાતો જણાવી હતી.

ત્યારબાદ ગણતરીના સમયમાં જ તેને ગળે ફાંસો ખાઈ અને મોતને વહાલું કરી લીધું હતું. યુવક ફેસબુક લાઈવની અંદર જણાવી રહ્યો છે કે, હું કોર્ટ કચેરીના ચક્કર માટે નથી બન્યો. હું સીધો સાધો માણસ છું. મારા માતા-પિતા ટેન્શનમાં આવી ગયા છે. મને તારા માતા-પિતા રોડ પર લઇ આવ્યા. બાદ મિતાલી યાર આ બધું પૂરું કરો યાર. કેસ પૂરો કરો. તું આઝાદ રે તું ખૂશ રે. કારણ કે મને ખબર છે કે હું મરી જઈશ તો કોઈ કાર્યવાહી થશે નહીં

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

કિશનભારથીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સાંજે પાંચ વાગ્યે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ મામલે એ ડિવિઝન પોલીસે એડી નોંધી છે અને હાલ વી.પી.છાસિયા તપાસ કરી રહ્યા છે. આ આપઘાત કેસ અંગે તપાસનીશ અધિકારી વી.પી.છાસિયાએ જણાવ્યું હતું કે, મૃતક યુવાનના પત્ની એક માસથી તેના પિતાના ઘરે ચાલી ગઈ છે.

Shah Jina