કોરોનાએ ફરીથી માથુ ઉંચકતા જ કથાકાર મોરારી બાપુને પણ થઇ રહી છે ચિંતા, વ્યાસપીઠ પરથી લોકોને કરી આ અપીલ, જુઓ વીડિયો 

કોરોનાને લઈને મોરારી બાપુની વધી ચિંતા, આરોગ્ય તંત્રની અપીલ બાદ બાપુએ કહ્યું એવું કે… જુઓ વીડિયો

છેલ્લા 2 વર્ષથી કોરોનાની મંદ પડેલી ગતિ હવે પાછી વધી રહી છે. ગુજરાત સમેત દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જે એક ચિંતાજનક બાબત છે. ત્યારે કોરોનાના આ વધતા કેસોને લઈને આરોગ્ય તંત્ર પણ સજાગ બન્યું છે અને લોકોને પણ સાવચેતી રાખવા માટે જણાવવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પણ તમામ રાજ્યોને પત્ર લખીને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતના નવસારીમાં પણ કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે નવસારીમાં કથા કરવા માટે પહોંચેલા કથાકાર મોરારી બાપુએ પણ કોરોનાના વધતા કેસને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

કથાકાર મોરારી બાપુએ વ્યાસપીઠ પર બેસીને લોકોને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા માટે સૂચન કર્યું હતું. મોરારી બાપુએ જણાવ્યું કે, “કથામાં મારો કાલે છેલ્લો દિવસ છે. પણ એડવાન્સમાં કહેતો જાઉં છું કોરોના સામે સાવચેતી રાખજો.” જિલ્લા આરોગ્ય દ્વારા પણ બે દિવસ પહેલા જ અપીલ કરવામાં આવી હતી જેના બાદ મોરારી બાપુએ પણ સાવચેતી રાખવા અપીલ કરી છે.

તમને જણાવી દઈએ કે નવસારીની અંદર મોરારી બાપુની માનસ ગૌરી સ્તુતિ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાનો આજે છેલ્લો દિવસ છે. એ પહેલા જ મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી લોકોને સાવચેત રહેવા માટે જણાવ્યું.  નવસારીમાં હાલ કોરોનાના 7 એક્ટિવ કેસ છે જેમાંથી 2 હાલ સાજા થઇ ચુક્યા છે.ત્યાં દરરોજ 500 જેટલા દર્દીઓના RT-PCR ટેસ્ટ થાય છે.

Niraj Patel