વરસાદને લઈને આવી ગઈ મોટી આગાહી, આ તારીખે ગુજરાતમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, ખુડૂતોમાં આવશે ખુશહાલી

હાલનું વાતાવરણ જોતા લાગી રહ્યું છે કે વરસાદે ગુજરાતમાંથી વિદાય લઇ લીધી છે, વરસાદ બંધ થવાની સાથે જ ગરમીનો પારો પણ ઊંચો આવી ગયો છે અને ખેડૂતો પણ વરસાદની રાહ જોઈને બેસી રહ્યા છે, ત્યારે હવે ગુજરાતીઓ માટે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

આ બાબતે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદી ઝાંપટા પડવાની શક્યતાઓ છે. એટલું નહીં હવામાન વિભાગ દ્વારા એમ પણ જણાવામાં આવ્યું છે કે રાજ્યમાં 17 ઓગસ્ટ બાદ ધમાકેદાર વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ ના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 15મી ઓગસ્ટથી ચોમાસું ફરીથી સક્રિય થશે. જે બાદમાં 17 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગનું કહેવું છે કે, રાજ્યમાં 15મી ઓગસ્ટથી મોનસૂન એક્ટિવિટી શરૂ થશે. ત્યારે આ પહેલા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 18થી 24 ઓગસ્ટ વચ્ચે અને ઓગસ્ટના અંતમાં સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી હતી.

 

Niraj Patel