ખુશખબરી: ગુજરાતીઓ માટે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખે વરસાદની મજા લેવા તૈયાર થઇ જજો

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હાલ વાદળછાયુ વાતાવરણ છે. પવન ફૂંકાતો હોવાને કારણે હાલ ગરમીથી થોડી રાહત પણ મળી છે. ત્યારે છેલ્લા સપ્તાહના અંતથી અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક શહેરોમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. આ સાથે જ વાદળછાયા વાતાવરણને કારણે ગરમીથી થોડી ઘણી રાહત પણ મળી છે, પરંતુ ભેજનું પ્રમાણ વધતા બફારો વધ્યો છે. આ વર્ષે 27 મે આસપાસ નૈઋત્યના ચોમાસાનું આગમન કેરળમાં થઇ શકે છે. આમ તો સામાન્ય રીતે કેરળમાં વરસાદ અને પછી મુંબઇમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થતુ હોય છે.

આ વખતે હવામાન વિભાગ દ્વારા ચોમાસુ સારુ રહેવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઇને આગાહી કરી છે. તેમના અનુસાર ગુજરાતમાં ચોમાસુ રોહિણી નક્ષત્ર પરથી ખબર પડશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે. 10 જૂન સુધી મુબઇમાં પણ ચોમાસાનું આગમન થઇ જશે. સુરતની આસપાસ 15 જૂન સુધી ચોમાસાનું આગમન થશે. સમગ્ર ગુજરાતમાં જો વરસાદની વાત કરીએ તો, 20 જૂન સુધી પડી શકે છે.

સામાન્ય રીતે ગુજરાતમાં વરસાદનું આગમન કેરળમાં વરસાદના આગમનના 15-20 દિવસમાં થતુ હોય છે. ત્યારે આ વર્ષે પણ દેશમાં સારો વરસાદ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણમાં વરસાદના આગમન બાદ 4-5 દિવસમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદ પડશે. ગુજરાતમાં જૂનના પ્રારંભ પહેલા જ આ વર્ષે પ્રી-મોનસૂન એક્ટિવીટી શરૂ થઇ જશે. હવામાન નિષ્ણાતોનું માનીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસાનું આગમન થોડુ મોડુ થઇ શકે છે.

ગરમીની વાત કરીએ તો, આજે તાપમાન 42-43 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. દિલ્લીમાં છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો, પવન ફૂંકાવા સાથે સાથે છાંટા પણ પડી રહ્યા છે. જો કે તેમ છત્તાં પણ ઉકળાટ તો એટલો જ છે. દિલ્હી અને એનસીઆરમાં સોમવારે સવારે અચાનક કાળા વાદળા છવાતા વરસાદી માહોલ બન્યો હતો અને તેને કારણે ઠંડક પ્રસરી જવા પામી છે.

Shah Jina