કપિરાજે વાપર્યું સોશિયલ મીડિયા, સ્ક્રીન ઉપર એ રીતે ફેરવ્યો હાથ કે વીડિયો જોઈને લોકોએ કહ્યું, “આ તો આપણા પૂર્વજ છે !” જુઓ મજેદાર વીડિયો

આજે મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને સ્માર્ટફોનમાં સોશિયલ મીડિયા દ્વારા દેશ અને દુનિયા સાથે જોડાયેલા રહેતા હોય છે. વળી આ સોશિયલ મીડિયાના કારણે આજે માણસ એકલો પણ નથી પડતો, તેના ઉપર એટલું મનોરંજન ઉપલબ્ધ છે કે ક્યારેય ખૂટે તેમ જ નથી હોતું. રોજ અઢળક વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ શું તમે કયારેય કોઈ કપિરાજને સોશિયલ મીડિયા વાપરતા જોયા છે ? હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કપિરાજ સોશિયલ મીડિયા વાપરે છે.

વાયરલ વીડિયોમાં કપિરાજનું એક જૂથ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા જોઈ શકાય છે. સ્માર્ટફોન જોયા પછી બધા કપિરાજ થોડા આશ્ચર્યચકિત થયા. સામે બેઠેલા એક કપિરાજે સ્ક્રીન પર આંગળીઓ મૂકી. સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને બધાની નજર ત્યાં જ સ્થિર થઈ ગઈ. એક કપિરાજ આવ્યો અને તેની બાજુમાં બેઠો અને નાની સ્ક્રીન પર શું થઈ રહ્યું છે તે જોવા લાગ્યો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં કપિરાજનું ટોળું સ્માર્ટફોનની સ્ક્રીન તરફ જોતા અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સ્ક્રોલ કરતા જોવા મળે છે. ટ્વિટર પર શેર કરવામાં આવેલ વિડિયો લોકોને પસંદ આવી રહ્યો છે. જોકે આ ક્લિપ ગયા વર્ષે શેર કરવામાં આવી હતી, પરંતુ હવે તે ફરી સામે આવી છે. વીડિયોની શરૂઆતમાં એક માણસ સ્માર્ટફોન પકડેલો જોવા મળે છે જ્યારે બે કપિરાજ તેમાં તલ્લીન જોવા મળે છે. દરેક ખૂબ જ ઉત્સુકતાથી સ્ક્રીન તરફ જોઈ રહ્યા છે અને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

થોડીવાર પછી એક કપિરાજ ફોન પકડે છે અને સ્ક્રીનને રસપ્રદ રીતે સ્ક્રોલ કરવાનું શરૂ કરે છે. એક નાનો કપિરાજ સ્માર્ટફોનને મોટા કપિરાજની તરફ તેનું ધ્યાન ખેંચે છે અને તેને ગેજેટથી દૂર લઈ જાય છે. વીડિયોને ફની કેપ્શન આપવામાં આવ્યું છે. કેપ્શનમાં લખ્યું છે, ‘તો આ છે સોશિયલ મીડિયાનો ક્રેઝ.’ આ વીડિયોએ ઈન્ટરનેટ પર તોફાન મચાવી દીધું છે. જ્યારે કેટલાક યુઝર્સે વીડિયોને ક્યૂટ ગણાવ્યો હતો. અન્ય લોકોએ કહ્યું કે કપિરાજ પણ સ્માર્ટફોનના વ્યસની છે.

Niraj Patel