અચાનક બ્રિજ પર આવી ગયો સિંહનો આખો પરિવાર, જોઈને કપિરાજના ટોળાએ જીવ બચાવવા માટે કર્યું એવું કામ કે વીડિયો થયો વાયરલ, જુઓ

ખુંખાર સાવજના ટોળાને પણ કપિરાજનું ટોળું આપી ગયું ચકમો, 4-5 ફૂટનું અંતર હોવા છતાં સિંહ ના કરી શક્યા શિકાર, જુઓ વીડિયો

Lion Baboon Video : સિંહનું નામ સાંભળતા જ માણસો જ નહિ જંગલના પ્રાણીઓ પણ થરથર કંપવા લાગતા હોય છે, જયારે સિંહ શિકાર પર નીકળે છે ત્યારે જંગલના પ્રાણીઓ પણ પોતાનો જીવ બચાવીને ભાગતા જોવા મળે છે. સોશિયલ મીડિયામાં સિંહના શિકારના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં પુલ પર ફરતા કપિરાજનું એક જૂથ વિકરાળ બબ્બર સિંહોના ટોળાથી પોતાને બચાવતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સિંહોનું ટોળું ક્યારેક પુલ પર ચાલતું હોય છે તો ક્યારેક આરામ કરતો જોવા મળે છે. દરમિયાન, પુલની નીચે લટકેલા કપિરાજનું એક જૂથ ભયંકર શિકારીઓની નજરથી છુપાયેલું જોવા મળે છે.

વીડિયોમાં નાના કપિરાજ સાવજને પણ ચકમો આપતા જોવા મળે છે. વીડિયોમાં કપિરાજનું એક જૂથ સિંહોના ટોળાથી ઘેરાયેલું છે અને હવામાં કેટલાય ફૂટ લટકતા જોવા મળે છે. વાયરલ વીડિયોમાં એક ખૂબ જ રસપ્રદ અને ફની ક્ષણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લેટેસ્ટ સાઇટિંગ્સની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વીડિયોની શરૂઆતમાં સિંહોનું ટોળું પુલ પર આરામથી ચાલતું જોવા મળે છે. જેમ જેમ વીડિયો આગળ વધતો જાય છે તેમ તેમ ખબર પડે છે કે તે એકલો નથી. આ સાથે કેટલાક કપિરાજ પણ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખતા જોવા મળે છે, જેઓ તેમનાથી બચવા માટે દરેક યુક્તિ અજમાવી રહ્યા છે. આ વીડિયોને ઘણો જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે, જેના પર યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel