માણસનની જેમ બ્રશ ઘસી ઘસીને કપડા ધોઈ રહ્યો હતો કપિરાજ, વીડિયો સામે આવતા જ લોકો બોલ્યા, “કામવાળા કરતા સારું કામ કરે છે !” જુઓ

ચોકડીમાં બેસી અને ધોબીની જેમ કપડાં ધોવા લાગ્યો કપિરાજ, કોઈએ બનાવી લીધો વીડિયો અને થઇ ગયો વાયરલ

સોશિયલ મીડિયામાં પ્રાણીઓના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર પ્રાણીઓની કેટલીક એવી હરકતો પણ જોવા મળે છે જેને જોઈને આપનો પણ દિવસ બની જાય ત્યારે હાલ કપિરાજનો એક એવો જ વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં કપિરાજ કોઈ માણસની જેમ કપડાં ધોતો જોવા મળે છે.

કપિરાજ દુનિયા પરના સૌથી બુદ્ધિશાળી જીવોમાંથી એક છે. એવું પણ કહેવાય છે કે માણસો પણ કપિરાજના જ વંશજ છે. સર્કસમાં કે પહેલા ના સમયે મદારી પાસે તમે ઘણા કપિરાજને ખેલ કરતા હોય હશે. પરંતુ આ વાયરલ વીડિયોમાં કપિરાજને તમે હાથમાં બ્રશ લઈને માણસની જેમ કપડાં ધોતા જોઈ શકો છો.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે અને પોસ્ટ થવાની સાથે જ વાયરલ પણ થઇ ગયો છે. વીડિયોમાં એક કપિરાજ કપડાં ધોવાની જગ્યા પર બેઠેલો જોઈ શકાય છે અને પછી એક કપડાને લઈને બરાબર ધીબે છે, તેના ઉપર તે બ્રશ પણ લગાવે છે અને પછી પાણીમાં ઝબકોળીને ધોઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by (@ankit_ang_11)

આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 1 લાખની આસપાસ લોકો લાઈક કરી ચુક્યા છે અને ઘણા બધા લોકો કોમેન્ટની અંદર પણ ફની ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે, તો કોઈ એમ પણ કહી રહ્યું છે કે આ તો કામવાળી કરતા પણ સારું કામ કરી રહ્યો છે. આને જ કામ પર રાખી લેવાય. આ વીડિયો થોડો જૂનો હોવાનું પણ ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે, પરંતુ લોકોને તે ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel