કપિરાજે સોલ્ડર બેગમાંથી એવી વસ્તુ ચોરી લીધી કે જોઈને તમે પણ હેરાન રહી જશો, વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયા ઉપર પ્રાણીઓના ઘણા બધા ક્યૂટ ક્યૂટ વીડિયો વાયરલ થતા હોય છે, આવા વીડિયોની અંદર પ્રાણીઓની એવી એવી હરકતો જોવા મળે છે જેને જોઈને આપણું દિલ પણ ઘાયલ થઇ જાય, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક કપિરાજનો ક્યૂટ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને લોકો તેની ક્યુટનેસના ખુબ જ વખાણ પણ કરી રહ્યા છે.

કપિરાજમાં એક ખાસ આદત જોવા મળે છે કે જો તમારા હાથમાં ખાવાની વસ્તુ હોય તો તે ગમે ત્યારે તે છીનવીને ભાગી જાય છે. તેથી, જ્યાં વધુ કપિરાજ હોય છે ત્યાં લોકો લોકો પોતાનો સામાન સાચવીને રાખે છે જોકે સમય જતાં કપિરાજનું મગજ પણ તેજ બની ગયું છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કપિરાજ બેગની અંદરથી સામાન ચોરી કરતો જોવા મળી રહ્યો છે. કપિરાજ ખૂબ જ ચતુરાઈથી ચોરીને અંજામ આપે છે. આ દરમિયાન કોઈએ ચોરીની આખી ઘટના કેમેરામાં કેદ કરી લીધી, જેનો વીડિયો હવે વાયરલ થયો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કપિરાજ કાળી બેગની ચેન ખોલતો જોવા મળી રહ્યો છે. તે પ્રથમ ચેઇન ખોલે છે, જેમાં તેને કંઈ જ મળતું નથી, ત્યારબાદ કપિરાજે  બેગની બીજી ચેઇન ખોલી હતી, જ્યાં તેને સફરજન જોયું અને કાઢી લીધું. ચોરી કરતી વખતે બીજો કપિરાજ પણ જોવા આવે છે અને તેને ચોરી કરતો જોઈને પાછો ફરે છે. બીજી તરફ કપિરાજને સફરજન મળતા જ તેનો ચોરીનો હેતુ પૂરો થઈ જાય છે અને તે ત્યાંથી નીકળી જાય છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ઘણા પેજ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને ઘણા લોકોએ જોયો છે. આ વીડિયોને મોટી સંખ્યામાં લોકોએ લાઈક પણ કર્યો છે. આ વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે. વીડિયો ખરેખર ખુબ જ સરસ છે જે તમને હસાવશે. તેમજ કપિરાજની ચોરી કરવાની સ્ટાઈલ પણ તમને આશ્ચર્યચકિત કરી દેશે.

Niraj Patel