વાહ આવી માદા કપિરાજ ક્યારેય નહિ જોઈ હોય, પોતાના બચ્ચાને પહોંચી ઇજા તો માણસની જેમ હોસ્પિટલ લઈને દોડ્યું, લાઈનમાં ઉભા રહીને કરાવી સારવાર

કપિરાજને માણસોના પૂર્વજો માનવામાં આવે છે, ઘણીવાર સોશિયલ મીડિયામાં કપિરાજના એવા એવા વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ અને વિચારવા લાગીએ કે આ ખરેખર કપિરાજ છે કે માણસ, કપિરાજ ઘણીવાર માણસો જેવી હરકતો પણ કરતા હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો.

આપણને કંઈ પણ થાય તો આપણે પહેલા ડોક્ટર પાસે દોડી જઈએ છીએ, પરંતુ તમે કોઈ કપિરાજને ડોક્ટર પાસે જતા જોયો છે. હાલ બિહારના સાસારામમાં એક ખાનગી ક્લિનિકમાં એક અણધારી ઘટના બની. સામાન્ય રીતે, ક્લિનિકમાં ફક્ત માનવ દર્દીઓ જ આવે છે, પરંતુ આ વખતે એક ઘાયલ માદા કપિરાજ તેના બાળક સાથે ક્લિનિક પહોંચી.

માદા કપિરાજને માથામાં ઈજા થઈ હતી અને તેના બચ્ચાને પગમાં ઈજા થઈ હતી. માદા કપિરાજ ક્લિનિકની સામે તેના બચ્ચાને તેની છાતી પર ચોંટાડીને રોકાઈ ગયો અને ડૉક્ટરને ઈશારાથી સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે અંદર આવવા માંગે છે. તે સમયે શાહીજુમા વિસ્તારના એમએસ ક્લિનિકમાં ડોક્ટર અહેમદ હાજર હતા. તેણે માદા કપિરાજની ચેષ્ટા સમજી અને લોકોને જગ્યા બનાવવા કહ્યું.

આ દરમિયાન માદા કપિરાજ તેના બચ્ચાને તેની છાતી પર પકડીને ક્લિનિકમાં પ્રવેશી અને બેંચ પર બેસી ગયો. આ પછી ડૉ.અહેમદે માદા કપિરાજ અને તેના બચ્ચાની સારવાર શરૂ કરી. તપાસ બાદ ડો.અહેમદે માદા કપિરાજ અને તેના બચ્ચાના ઘા સાફ કર્યા અને પછી તેના પર મલમ લગાવ્યું. આ પછી ડૉક્ટર અહેમદે બંનેને ટિટાનસના ઈન્જેક્શન પણ આપ્યા. આ દરમિયાન માદા કપિરાજ સંપૂર્ણ પણે શાંત દેખાઈ અને તેણે પોતાની અને તેના બચ્ચાની સંપૂર્ણ સંતોષ સાથે સારવાર કરાવી.

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અનોખો વીડિયો જોરશોરથી શેર કરવામાં આવી રહ્યો છે. સારવાર પછી, ડૉ. અહેમદે ક્લિનિકમાં આવેલા અન્ય દર્દીઓને જગ્યા બનાવવા કહ્યું જેથી માદા કપિરાજ આરામથી તેના બચ્ચા સાથે બહાર આવી શકે. જ્યારે લોકો બાજુમાં ગયા, ત્યારે માદા કપિરાજ ચુપચાપ તેના બચ્ચા સાથે ત્યાંથી ચાલી ગઈ.

Niraj Patel