વાયરલ

આ નાના માસુમ ટેણીયાને એકલું જોઈને એક સાથે આવી ગયા ઘણા બધા કપિરાજ અને પછી કર્યું એવું કે… જુઓ વીડિયો

એકલા બેઠેલા ટેણીયાને ઘેરી વળ્યું કપિરાજનું ટોળું, એકે હાથ ફેરવ્યો તો એકે પકડ્યા પગ, અને પછી… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર વાયરલ થતા ઘણા વીડિયો લોકોને પણ વિચારવા માટે મજબુર કરી દેતા હોય છે. ઘણા વીડિયોમાં તમે પ્રતિભાશાળી બાળકો જોયા હશે તો ઘણીવાર કેટલાક બાળકોની હરકતો પણ દિલ જીતી લેતી હોય છે. ત્યારે હાલ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેણે સૌને હેરાન કરી દીધા છે.

નાના બાળકો ખુબ જ માસુમ હોય છે અને તે ક્યારે શું કરે તે કોઈને પણ ખબર નથી હોતી. આ વીડિયોમાં પણ એક માસુમ બાળક જોવા મળી રહ્યું છે. તે એકલું જ બેઠું છે. ત્યારે તેની આસપાસ ઘણા બધા કપિરાજ આવી જાય છે અને પછી જે થાય છે તે જોઈને લોકો પણ હેરાનીમાં પણ પડી જાય છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક નાનું બાળક એક દીવાલ પાસે બેઠું છે ત્યારે જ એક કપિરાજનું બચ્ચું ત્યાં આવી જાય છે અને પછી તે બાળકને અડવા લાગે છે. બાળક પણ તેને અડવાના પ્રયત્નો કરે છે પણ કપિરાજ તેનો હાથ છોડાવીને પોતે જ બાળકને અડવા માટે જાય છે. આ દરમિયાન બીજા પણ કપિરાજ ત્યાં આવી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by (@magic._.editz_)

ધીમે ધીમે આખું ટોળું ત્યાં ભેગુ થઇ જાય છે, બાળક આ દરમિયાન સહેજ પણ બીક રાખ્યા વગર ત્યાં જ બેસી રહે છે. વીડિયોમાં છેલ્લે જોવા મળી રહ્યું છે કે એક કપિરાજ તો બાળકના પગ પણ પકડી લે છે. ત્યારે આ વીડિયો લાખો લોકો જોઈ ચુક્યા છે અને ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. કોઈ આ બાળકને હનુમાન દાદાનો અવતાર પણ કહી રહ્યું છે તો ઘણા લોકો જય શ્રી રામની કોમેન્ટ પણ લખી રહ્યા છે.