વિશ્વભરમાં વ્યાપી રહેલા કોરોનાને નાથવા માટે મોરબીના આ મહંત દ્વારા એક પગે ઉભા રહીને કરવામાં આવી કઠિન તપસ્યા

કોરોના મહામારીના કારણે આખી દુનિયા હેરાન થઇ થઇ રહી છે, કોરોનાને નાથવા માટે તમામ પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. દવાથી લઈને લોકો દુઆ સુધીનું તમામ કામ કરી રહ્યા છે, છતાં પણ કોરોના ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે વિશ્વભરમાં ફેલાયેલા આ કોરોનાથી ચિંતિત થઈને એક મહંત દ્વારા એક પગે ઉભા રહીને તપસ્યા કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર મૂળ બનાસકાંઠાના થરાના વતની અને હાલ હળવદના માથક ગામે આવેલ રાણાબાપાના આશ્રામમાં રહેતા મહંત રતનપુરી કેદારપુરીએ દુનિયાભરની અંદર ફેલાયેલા કોરોનાનો અંત આવે તે માટે થઈને મોરબીના કોઠાવાળા મચ્છુ માતાજીના મંદિર ઘાટે અન્નનો ત્યાંગ કરી કઠોર સાધના શરૂ કરી હતી.

મહંત રતનપુરી કેદારપુરી ગત તા.૨૭ એપ્રિલથી અન્નનો ત્યાગ કરી ૨૪ કલાક સુધી એક પગે રહીને ૧૨ મે સુધી 16 દિવસની કઠોર સાધના કરીને ભગવાન સમક્ષ કોરોનાની મહામારીને જડમૂળથી ઉખાડી ફેંકવાની પ્રાર્થના કરી હતી.

આ બાબતે કઠોર સાધના કરી રહેલા મંહતનું કહેવું છે કે, “લોકોએ કોરોનાથી ડરવાની જરાય જરૂર નથી. તમામ પ્રકારની સાવચેતી રાખીને દવા કરવામાં જરાય કસર ન રાખો. દવા સાથે દુઆ પણ જરૂરી છે ઈશ્વરની સાચા મનથી દુઆ કરીએ તો આપણે હમેશા સ્વસ્થ રહીશું. સાચા સંત હમેશા સમાજનું ભલું ઈચ્છે છે આથી હું સમાજ આ રોગની પીડામાંથી મુક્ત થાય તે માટે ઈશ્વર સમક્ષ કઠોર કરી રહ્યો છું.”

એટલું જ નહીં મહંત રતનપુરી કેદારપુરીએ  ૧૬ દિવસની આ કઠોર સાધના બાદ મોરબીથી ચાલીને હળવદ ગામે આવેલ આશ્રમે પહોંચશે અને ત્યાંથી બનાસકાંઠાના થરા ગામે ચાલીને પહોંચ્યા બાદ જ અન્ન ગ્રહણ કરશે.

Niraj Patel