આખરે આવી જ ગયા ‘તારક મહેતા’માં નવા રોશન ભાભી…જેનિફર મિસ્ત્રીને કોણે કરી રિપ્લેસ- જાણો

કોણ છે મોનાઝ મેવાવાલા, જેણે જેનિફર મિસ્ત્રીની લીધી જગ્યા ? ‘તારક મહેતા…’માં બની નવી રોશન ભાભી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી પરનો સૌથી લાંબો ચાલતો કોમેડી શો છે, જેને દર્શકોને ખૂબ પસંદ કરે છે. હાલમાં જ આ શો દયાબેન એટલે કે દિશા વાકાણીની વાપસીને લઈને ચર્ચામાં હતો. જો કે દયાબેન પરત ન આવતા સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા નિર્માતાઓને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

આવી ગયા ‘તારક મહેતા’માં નવા રોશન ભાભી

પરંતુ આ બધા વચ્ચે શોમાં એક નવી એક્ટ્રેસની એન્ટ્રી થઇ છે, મિસિસ રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રી બંસીવાલે શો છોડી દીધા બાદ હવે જેનિફરની જગ્યા મોનાઝ મેવાવાલાએ લીધી છે. જેનિફર મિસ્ત્રીએ અગાઉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મિસિસ સોઢીની ભૂમિકા ભજવી હતી, પરંતુ નિર્માતાઓ સાથે મતભેદોને કારણે તેણે આ વર્ષે એપ્રિલમાં શો છોડી દીધો હતો.

જેનિફર મિસ્ત્રીને મોનાઝ મેવાવાલાએ કરી રિપ્લેસ

ત્યારે હવે મોનાઝ મેવાવાલા મિસિસ રોશન સિંહ સોઢીના રોલમાં જોવા મળશે. મોનાઝે ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. મોનાઝ ફેમસ એક્ટર ફિરદૌસ મેવાવાલાની દીકરી છે. મોનાઝે ‘મીત મિલા દે રબ્બા’ અને ‘રિશ્તોં કી ડોર’ જેવા શોમાં કામ કર્યું છે. અભિનેત્રી હોવા ઉપરાંત તે એક ટ્રેન્ડિંગ સાલસા ડાન્સર પણ છે. મોનાઝે વર્ષ 2004માં ‘કિટ્ટી પાર્ટી’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

મોનાઝનું કરિયર

આ ઉપરાંત તે સ્ટેન્ડઅપ કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શો’નો પણ ભાગ રહી ચૂકી છે. તે ‘સીઆઈડી’, ‘એફઆઈઆર’ અને ‘સાવધાન ઈન્ડિયા’નો ભાગ રહી ચૂકી છે. એટલું જ નહીં તેણે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં ‘હું મારી પત્ની ને અનુ હસબન્ડ’ (2019) જેવી ફિલ્મોના નામ સામેલ છે. તમને જણાવી દઈએ કે ટીવી સીરિયલ્સ સિવાય મોનાઝ મેવાવાલા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. તે પોતાની સાથે જોડાયેલી કેટલીક પોસ્ટ શેર કરતી રહે છે. તે તેના દેખાવ અને સુંદરતાને કારણે પણ ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Monaz Mevawalla (@teammonazmevawalla)

Shah Jina