મહાકુંભ વાળી મોનાલિસાએ કામયાબ થતા જ માતાને આપ્યુ ગિફ્ટ, ઇન્ટરનેટ યુઝર્સ બોલ્યા- આને કહેવાય સંસ્કાર
મહાકુંભ વાળી મોનાલિસાએ કામયાબ થતા જ માતા માટે કર્યુ આ ખાસ કામ, જોતા જ ચાહકો…
મહાકુંભથી રાતોરાત વાયરલ થયેલી મોનાલિસા હવે સ્ટાર બની ગઈ છે. મોનાલિસા ટૂંક સમયમાં બોલિવૂડમાં પ્રવેશ કરવા જઈ રહી છે, જેના માટે તે ખૂબ જ મહેનત કરી રહી છે. મોનાલિસા હવે સોશિયલ મીડિયા પર તેના રોજિંદા જીવનને લગતા વીડિયો શેર કરતી રહે છે, જેના દ્વારા ચાહકોને ખબર પડે છે કે તે ધીમે ધીમે વાંચતા અને લખતા શીખી રહી છે.

મહેશ્વરથી મુંબઇ આવ્યા પછી મોનાલિસાની જીવનશૈલી પણ બદલાઈ ગઈ છે, ત્યારે હવે મોનાલિસાએ તેની માતા માટે કંઈક ખાસ કર્યું છે. મોનાલિસાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની માતા સાથે બેઠેલી જોવા મળે છે. સફળતા પછી તે તેની માતાને પહેલી ભેટ આપતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મોનાલિસાના હાથમાં એક ચેન છે, જે તે તેની માતાને પહેરાવે છે અને કહે છે કે તે તેની માતા માટે આ ભેટ લાવી છે.

મોનાલિસાના આ વીડિયો પર ચાહકો ઘણી કમેન્ટ કરી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ખુશી ફેલાવો.’ બીજાએ લખ્યું, ‘ખૂબ સારું.’ એક બીજા યુઝરે લખ્યું, તમારું જીવન બદલાઈ ગયું છે પણ તેને આમ જ રાખો. એકે કહ્યું, વાહ બેટા, શું સંસ્કાર છે. જણાવી દઈએ કે મોનાલિસા ટૂંક સમયમાં ફિલ્મ ડાયરી ઓફ મણિપુરથી બોલિવૂડમાં પ્રવેશ કરવા જઈ રહી છે.
View this post on Instagram