બોલિવુડમાં એન્ટ્રી પહેલા જ લાલ જોડામાં દુલ્હન બની મહાકુંભ ગર્લ મોનાલિસા, નવા લુકથી મચાવ્યો તહેલકો

મોનાલિસા બની દુલ્હન ! મહાકુંભ વાયરલ ગર્લની ખૂબસુરતી જોઇ હેરાન રહી ગયા લોકો, બ્રાઇડલ લુકના વીડિયોએ મચાવ્યો તહેલકો

પ્રયાગરાજના મહાકુંભથી રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયેલી મોનાલિસા ફરી એકવાર સમાચારમાં છે. પોતાની સુંદર આંખો અને માસૂમ ચહેરાથી લાખો દિલ જીતી લેનાર મોનાલિસાનો બ્રાઇડલ લુક ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. મોનાલિસાના કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં તે બ્રાઇડલ લુકમાં જોવા મળી રહી છે.

લાલ રંગના લહેંગામાં સજ્જ મોનાલિસાએ ભારે જ્વેલરી, માંગ ટીકા અને બેંગલ્સથી પોતાને એક સંપૂર્ણ દુલ્હનનો દેખાવ આપ્યો છે. ઘુંઘટમાંથી ડોકિયું કરતી તેની સ્માઇલે ચાહકોને દિવાના બનાવી દીધા છે. આ વીડિયો જોઈને લોકો વિવિધ અટકળો લગાવી રહ્યા છે કે શું મોનાલિસાએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે ?

આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ યુઝર્સની કોમેન્ટનો વરસાદ શરૂ થઈ ગયો. એક યુઝરે પૂછ્યું, ‘શું તમે ખરેખર લગ્ન કર્યા?’ જ્યારે બીજા એક વ્યક્તિએ તો મોનાલિસા સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. જોકે, સત્ય એ છે કે આ વીડિયો વાસ્તવમાં એક પ્રમોશનલ શૂટનો ભાગ છે, જેમાં મોનાલિસા એક બ્યુટી મેકઓવર બ્રાન્ડ માટે મોડેલિંગ કરી રહી છે.

આ શૂટ mohsinamakeoverstudio નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. આ લુક સાથે, મોનાલિસાએ ફરી એકવાર બતાવ્યું છે કે તેની સુંદરતા કોઈ મોડેલ કે એક્ટ્રેસથી કમ નથી. પહેલા તે મહાકુંભમાં રુદ્રાક્ષની માળા વેચતી જોવા મળતી હતી, પરંતુ હવે મોટી બ્રાન્ડ્સ તેને તેમના પ્રચારનો ચહેરો બનાવી રહી છે. તેની લોકપ્રિયતા સતત વધી રહી છે અને આ ટ્રેન્ડ અટકવાનું નામ નથી લઇ રહ્યો.

Previous Article

વૈભવ સૂર્યવંશીને લઇને છોકરીઓએ પાર કરી બધી હદો, અશ્લીલતા વાળી વાતો પર ભડક્યા લોકો

Next Article

ખરાબ સમાચાર સાંભળતા જ અડધી રાત્રે અનિલ કપૂરના ઘરે ભાગ્યા સેલેબ્સ, પણ ટ્રોલ થઇ ગઇ સોનમ કપૂર; જુઓ તસવીરો

error: Unable To Copy Protected Content!