અનિલ કપૂરના માતાએ દુનિયાને કહ્યું ‘અલવિદા’..90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, કપૂર પરિવાર શોકાતુર! જુઓ તસવીરો

બૉલિવૂડ એક્ટર અનિલ કપૂર, સંજય કપૂર અને બોની કપૂરના માતા નિર્મલ કપૂરે 2 મે 2025ના રોજ ફની દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓ 90 વર્ષની વયે સંબંધિત તકલીફોનો સામનો કરી રહ્યા હતા. તેમના જવાથી કપૂર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. નિર્મલ કપૂરે સપ્ટેમ્બર 2024માં તેમનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેઓ સોશિયલ મીડિયા પર પણ થોડા સમય માટે સક્રિય હતા. તેમણે તેમના પરિવાર સાથે કેટલીક તસવીરો શેર કરી હતી.

તેમની અંતિમયાત્રામાં સમગ્ર પરિવાર સાથે બૉલીવુડની અનેક હસ્તીઓ પહોંચી હતી. જેના અનેક વીડીઓ પણ સામે આવી રહ્યા છે, જેમાં બોની કપૂર, અંશુલા કપૂર અને તેમની સાથેના કેટલાક લોકો ઘરે ભેગા થયા છે. આ વીડિઓમાં જાહ્નવી અને કથિત બોયફ્રેન્ડ શિખર પહારિયા સાથે પણ જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે નિર્મલ કપૂરનું ફક્ત તેમના ત્રણ પુત્રો સાથે જ નહીં પરંતુ તેમના પૌત્રો અર્જુન કપૂર, સોનમ કપૂર, શનાયા કપૂર અને અને બીજા પૌત્ર-પૌત્રી સાથે પણ ખૂબ જ સારું બોંડિંગ હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

નિર્મલ કપૂરે સપ્ટેમ્બર 2024 માં પોતાનો 90મો જન્મદિવસ ઉજવ્યો. અનિલ કપૂરે માતાના જન્મદિવસ પર એક ખાસ પોસ્ટ લખી હતી અનિલ કપૂરે પણ તેમની માતા સાથેનો એક ફોટો શેર કર્યો અને ઇન્સ્ટાગ્રામ પર તેમને શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું, ’90 વર્ષનો પ્રેમ, શક્તિ અને અસંખ્ય બલિદાન.’ તમારી હાજરી અમારા જીવનને દરરોજ ખુશીઓ અને સકારાત્મકતાથી ભરી દે છે. હું તમારું બાળક બનીને ધન્ય છું. જન્મદિવસની શુભકામનાઓ, મમ્મી.

તેમના જન્મદિવસ પર જાહ્નવી કપૂર અને શિખર પહારિયા અનિલ કપૂરના ઘરે પહોંચ્યા હતા. અનિલ કપૂરના ઘરના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા, અને એક ક્લિપમાં બોની કપૂર, તેમની પુત્રી અંશુલા કપૂર અને પરિવારના અન્ય સભ્યો ભેગા થયેલા જોવા મળે છે. રિયા કપૂરના પતિ કરણ બુલાની પણ ત્યાં હાજર હતા.

તમને જણાવી દઈએ કે નિર્મલ કપૂરના લગ્ન 1955માં બોલિવૂડના દિગ્ગજ નિર્માતા સુરિન્દર કપૂર સાથે થયા હતા. આ લગ્નથી તેમને ચાર બાળકો છે. પુત્રો બોની કપૂર, અનિલ કપૂર, સંજય કપૂર અને પુત્રી રીના કપૂર મારવાહ. સુરિન્દર કપૂરે પોતાના કરિયરમાં ‘મિલેંગે મિલેંગે’, ‘લોફર’, ‘પોંગા પંડિત’, ‘એક શ્રીમાન એક શ્રીમતી’ સહિત ઘણી ફિલ્મોનું પ્રોડક્શન કર્યું હતું

Raina
error: Unable To Copy Protected Content!