દાદીના નિધનની ખબર સાંભળતા જ દોડી આવી જાહ્નવી-ખુશી, કપૂર પરિવાર પર તૂટી પડ્યો દુ:ખોનો પહાડ

બોલીવુડના જાણીતા કપૂર પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે, અનિલ કપૂર, સંજય કપૂર અને બોની કપૂરની માતા નિર્મલ કપૂરે દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું છે. 90 વર્ષના નિર્મલ કપૂરનું 2 મેના રોજ અવસાન થયું હતું. નિર્મલ કપૂરના નિધનની સમાચાર સાંભળીને જાહ્નવી-ખુશી અને આખો કપૂર પરિવાર અનિલ કપૂરના ઘરે પહોંચી ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અનિલ કપૂરની માતાના અવસાનના સમાચાર સાંભળીને ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. આ સમાચાર સાંભળી બોની કપૂર અને સંજય કપૂરનો પરિવાર પણ અનિલ કપૂરના ઘરે પહોંચ્યો. અનિલ કપૂરના ઘરની બહારથી કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં જાહ્નવી, ખુશી, શનાયા અને જહાં કપૂર તેમજ અંશુલા કપૂર પણ જોવા મળ્યા. વાયરલ વીડિયોમાં, જાહ્નવી કપૂર સાથે તેનો રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહારિયા પણ અનિલ કપૂરના ઘરે જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

આ દરમિયાન, તેમનો બીજો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જાહ્નવી અને શિખર વાત કરતા જોવા મળે છે. જાહ્નવી કપૂર તેની દાદીના નિધનના સમાચાર સાંભળતા જ સફેદ સૂટ-સલવારમાં કાકા અનિલ કપૂરના ઘરે પહોંચી હતી. આ દરમિયાન શિખર પહારિયાના હાથ પર પ્લાસ્ટર પણ જોવા મળ્યું હતુ. શિખરના હાથમાં ઈજા હોવા છતાં, તે આ દુઃખની ઘડીમાં જાહ્નવીની સાથે ઉભો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Previous Article

માતાના નિધનથી તૂટેલા અનિલ કપૂરને સંભાળતા જોવા મળ્યા જિગરી મિત્ર જેકી શ્રોફ, જાહ્નવી-ખુશીની રડી રડીને હાલત ખરાબ

Next Article

43 વર્ષની ઉંમરે પણ અપ્સરાથી કમ નથી લાગતી આ હસીના, સમુદ્ર કિનારે બોલ્ડ લુકમાં બતાવ્યુ કર્વી ફિગર

error: Protected Content!