પાકિસ્તાન હારવા ઉપર એમ્બ્યુલન્સ શોધી રહ્યો હતો “ઓ ભાઈ મારો મુજે” વાળો પાકિસ્તાની વ્યક્તિ, મેચ બાદ વિરાટ અને હાર્દિક સાથે મુલાકાત કરીને કહ્યું… જુઓ વીડિયો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે એશિયા કપમાં રમાયેલી મેચમાં જબરદસ્ત રોમાંચ જોવા મળ્યો હતો, આ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હાર આપી. સાથે જ પાકિસ્તાનની હાર બાદ મિમનું પણ પૂર આવ્યું હતું. મેચ બાદ પાકિસ્તાની ચાહકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે, આમાંની એક ખાસ પ્રતિક્રિયા મોમીન સાકિબની છે જે પોતાના વીડિયોને લઈને ચર્ચામાં છે.

ઈન્સ્ટાગ્રામ પર મોમીન શાકિબે મેચના દિવસે ઘણા વીડિયો શેર કર્યા છે, જેમાં તે શાનદાર પ્રતિક્રિયા આપી રહ્યો છે. જ્યારે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની વિકેટ પડી ત્યારે મોમીન અહીં એમ્બ્યુલન્સ શોધતો જોવા મળ્યો હતો. વીડિયોમાં તે રડતા રડતા કહે છે કે, હવે શું કરવું બાબર પણ આઉટ થઇ ગયો. છે, રિઝવાન પણ ગયો, મારા માટે એમ્બ્યુલન્સ લાવો.”

આ સિવાય એક વીડિયોમાં મોમિન સાકિબ રડતો જોવા મળી રહ્યો છે, જેમાં તે ટિશ્યૂથી પોતાના આંસુ લૂછી રહ્યો છે. અહીં મોમીન મેચ પૂરી થયા બાદ સ્ટેડિયમમાં બેઠો છે અને સતત પોતાના આંસુ લૂછી રહ્યો છે. આ વીડિયો પણ ઘણો વાયરલ થયો છે. ઘણા લોકો તેના વીડિયોને લાઈક કરી રહ્યા હતા અને ફની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Momin Saqib (@mominsaqib)

મેચ ખતમ થયા બાદ મોમિન શાકિબ ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ભારતના મેચ વિનર હાર્દિક પંડ્યાને મળ્યો હતો. વિરાટ કોહલી સાથે વાત કરતા મોમિન સાકિબે કહ્યું કે આશા છે કે બંને ટીમો ફાઇનલમાં ફરી ટકરાશે. આ બંને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. કોહલી અને હાર્દિક પંડ્યા બંને ચહેરા ઉપર સ્માઈલ સાથે શાકિબ સાથે હાથ મિલાવતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તમને જણાવી દઈએ કે મોમિન સાકિબ સોશિયલ મીડિયા પર મોટા સુપરસ્ટાર છે. ODI વર્લ્ડ કપ 2019માં જ્યારે ભારતે પાકિસ્તાનને હરાવ્યું ત્યારે તેનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે પ્રતિક્રિયા આપી હતી કે “ઓ ભાઈ મારો મુજે મારો”. ત્યારથી મોમિન સાકિબ સોશિયલ મીડિયા પર લોકોનો ફેવરિટ બની ગયો છે.

Niraj Patel