જહાંગીર અને તૈમુરને ટક્કર આપે છે આ ટીવી અભિનેત્રીનો ક્યૂટ લાડલો, અદિતીએ શેર કર્યા પિક્ચર્સ
“કુલ્ફી કુમાર બાજેવાલા” ફેમ મોહિત મલિક અને તેમની પત્ની અદિતિ શિરવાઇકર મલિક આ વર્ષે એપ્રિલ મહિનામાં એક પ્રેમાળ દીકરાના પેરેન્ટ્સ બન્યા છે. કપલે તેમના લાાડલાનું નામ ઇકબીર રાખ્યુ હતુ. અદિતિ અને મોહિતે અત્યાર સુધી તેમના લાડલાને ચહેરો બતાવ્યો ન હતો. ત્યારે હવે લગભગ 4 મહિના બાદ કપલે ચાહકો સાથે તેમના લાડલાની તસવીર શેર કરી છે.
મોહિત અને અદિતિએ જન્માષ્ટમીના અવસર પર ઇકબીરની પહેલી આખી તસવીર શેર કરી હતી, જેમાં તેનો પૂરો ચહેરો જોવા મળી રહ્યો છે. તસવીરમાં ઇકબીર કાન્હાના રૂપમાં જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં ઇકબીર સાથે અદિતિ પણ જોવા મળી રહી છે. તસવીરમાં બંને હસતા જોવા મળી રહ્યા છે.
ઇકબીરના આ મુસ્કાન તો બધાનું દિલ જીતી લે તેવી છે. તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી ! અમારા કાન્હા ઇકબીર મલિક અમારા જીવનમાં એટલી મુસ્કાન, હસી, ખુશી, નટયખટપન અને માસૂમિયત લાવી રહ્યા છે, તમે બધા ઇકબીરને જોવા માંગતા હતા અને અમે નિર્ણય કર્યો કે કેમ નહિ, આ માત્ર સકારાત્મકતા છે જે બધાથી તેના માટે આવે છે.
ચાહકો ઇકબીરની તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે અને આ સાથે તેના પર ખૂબ પ્રેમ પણ વરસાવી રહ્યા છે. ટીવીના મોસ્ટ પોપ્યુલર શો “કુલ્ફી કુમાર બાજેવાલા”માં કામ કરી ચૂકેલા અભિનેતા મોહિત મલિકની પત્ની અદિતિ છેલ્લા ઘણા દિવસોથી તેની પ્રેગ્નેંસી એન્જોય કરી રહી હતી આ દરમિયાન તેણે થોડા સમય પહેલા જ પ્રેગ્નેંસી ફોટોશૂટ કરાવ્યુ હતુ. આ શુટની ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.
અદિતિ શિરવાઇકર મલિકે જન્મ બાદ દીકરાની પહેલી ઝલક પણ ચાહકો સાથે શેર કરી છે. આ સાથે જ કેપ્શનમાં લખ્યુ છે કે, ડિયર યુનિવર્સ, આ આર્શીવાદ માટે આભાર. તે અડધી રાત્રે ઉઠીને રોવુ, બેબી સાથે બીજી અન્ય કેટલીક આવી વસ્તુઓ આવે છે, તેના માટે આભાર. આ દુનિયામાં નાના બેબી બોયને વેલકમ કરીને ઘણી ખુશ છું. આ બેબી સાચેમાં જાદુ છે. હવે અમે બેથી ત્રણ થઇ ગયા.
બંનેની મુલાકાત પહેલીવાર ટીવી શો “મિલી”ના સેટ પર થઇ હતી. મોહિતે અદિતીને વર્ષ 2006માં લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા.ગયા વર્ષે જ નવેમ્બરમાં બંનેએ તેમના પહેલા બાળક વિશે જાણકારી આપી હતી. પહેલા બાળકની ડેટ હવે આગળના મહિને છે અને બંને માટે આ ઘણી ખુશીની વાત છે. અદિતીએ હાલમાં જ થોડા સમય પહેલા પ્રેગ્નેંસી શુટ કરાવ્યુ હતુ, જે ખૂબ વાયરલ થયુ હતુ.
મોહિતે ટીવી શો “મિલી”થી તેના કરિયરની શરૂઆત કરી હતી અને તે બાદ તે “દિલ મિલ ગએ” “જબ લવ હુઆ” “પરી હું મેં” “ગોદ ભરાઇ” “સૂર્યા ધ સુપરકોપ” “ફુલવા” અને “ડોલી અરમાનો કી” જેવા શોમાં જોવા મળ્યા છે. મોહિત “ઝલક દિખલા જા 8″માં પણ જોવા મળ્યો હતો.
View this post on Instagram