આ આલીશાન ફાર્મ હાઉસનો માલિક છે મોહમ્મદ શમી, 150 વીઘામાં ફેલાયેલા આ ફાર્મ હાઉસની કિંમત જાણી રહી જશો હેરાન

કરોડોની પ્રોપર્ટી- 150 વીઘામાં ફેલાયેલુ છે ફાર્મહાઉસ, આટલી લક્ઝરી લાઇફ જીવે છે ભારતનો સ્ટાર બોલર

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આ સમયે વર્લ્ડ કપ 2023માં પોતાના શાનદાર પરફોર્મન્સને લઇને ઘણો ચર્ચામાં છે. આ ટૂર્નામેન્ટમાં તે સૌથી વધારે વિકેટ લેનાર બોલર છે. મોહમ્મદ શમી ક્રિકેટના મેદાન પર જેટલો હિટ છે, તેટલો જ તે ક્રિકેટના મેદાનની બહાર પણ લક્ઝુરિયસ લાઈફ જીવે છે.

આલીશાન ફાર્મ હાઉસનો માલિક છે મોહમ્મદ શમી

યુપીના અમરોહાના અલીનગર વિસ્તારમાં તેનું આલીશાન ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસ લગભગ 150 વીઘામાં ફેલાયેલું છે. તેણે પોતાના ફાર્મ હાઉસનું નામ ‘હસીન’ રાખ્યું છે જેની કિંમત 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અહીં મોહમ્મદ શમી મેચની પ્રેક્ટિસ પણ કરે છે. શમી આ ફાર્મ હાઉસમાં શાંતિથી સમય પસાર કરવા પણ આવે છે.

લક્ઝુરિયસ કાર કલેક્શન સાથે સાથે છે બાઇકનું પણ અદ્ભુત કલેક્શન

અહીં એક સ્વિમિંગ પૂલ પણ છે, જ્યાં આરામની સાથે સ્વિમિંગનો આનંદ પણ તે માણી શકે છે. મોહમ્મદ શમીએ ફાર્મ હાઉસમાં કેટલાક વૃક્ષો પણ વાવ્યા છે. તેણે પોતાના ફાર્મ હાઉસમાં લક્ઝરી કારનું કલેક્શન પણ રાખ્યું છે. તેની પાસે ટોયોટા ફોર્ચ્યુનર, BMW 5 સીરીઝ અને ઓડી જેવી કાર છે. આ સિવાય તેની પાસે બાઈકનું પણ અદ્ભુત કલેક્શન છે. તેની પાસે Royal Enfield Continental GT 650 છે.

150 વીઘા જમીન પર બનાવ્યુ આલીશાન ફાર્મહાઉસ

મોહમ્મદ શમી હાઈવે પર તેના ગામ સહસપુર અલીનગર પાસે કરોડો રૂપિયાની આ જમીનનો માલિક છે. મોહમ્મદ શમીએ વર્ષ 2015માં ગામ પાસે હાઈવે પર 150 વીઘા જમીન ખરીદી હતી. તેણે તેને પોતાના નામે રજીસ્ટર કરાવી અને તેને ફાર્મ હાઉસમાં ફેરવી દીધું. આ ફાર્મ હાઉસનું નામ તેણે પત્ની હસીન જહાંના નામ પરથી રાખ્યુ હતુ ‘હસીન ફાર્મ હાઉસ’.

પત્નીના નામ પર રાખ્યુ હતુ ફાર્મહાઉસનું નામ

જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ વર્ષ 2013માં પાકિસ્તાન વિરૂદ્ધ ODI ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તે ભારતીય ટીમના સૌથી સફળ બોલરોમાંથી એક બની ગયો. ઉલ્લેખનીય છે કે, શમીનું લગ્ન જીવન ખૂબ જ વિવાદાસ્પદ રહ્યું છે. તેણે 6 જૂન 2014ના રોજ ચીયર લીડર હસીન જહાં સાથે લગ્ન કર્યા. બંનેને એક દીકરી આયરા પણ છે.

લગ્ન જીવન વિવાદમાં

જો કે, 9 માર્ચ 2018ના રોજ શમીની પત્ની હસીન જહાંએ શમી અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ઘરેલુ હિંસાનો આરોપ લગાવતા FIR દાખલ કરાવી. આ સિવાય તેણે શમી પર હત્યાનો પ્રયાસ અને મેચ ફિક્સિંગનો પણ આરોપ લગાવ્યો હતો. ત્યારથી બંને અલગ-અલગ રહે છે.

Shah Jina