મોહમ્મદ શમીના હમશકલને જોઇ ચકરાયુ ચાહકોનું મગજ, તમે પણ અસલી-નકલી નહિ સમજી શકો

મોહમ્મદ શમીના આ હમશકલને જોઇ કન્ફ્યુઝ ચાહકો, અસલી-નકલીમાં ફરક કરવો મુશ્કેલ

મોહમ્મદ શમીના આ હમશક્લને જોઇ ચકરાયુ ચાહકોનું મગજ, શું તમે કરી શકો છો અસલી-નકલીનો ફર્ક ?

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમી અવારનવાર તેની રમતને કારણે હેડલાઈન્સમાં રહે છે, પરંતુ હાલમાં તે કોઈ અન્ય કારણોસર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. તેની પાછળનું કારણ છે તેનો હમશકલ…જેને જોઈને મોહમ્મદ શમીના ચાહકો પણ કન્ફ્યુઝ થઈ ગયા છે. મોહમ્મદ શમીના આ હમશકલનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને લોકો પણ આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે.

મોહમ્મદ શમીના હમશકલને જોઇ કન્ફ્યુઝ ચાહકો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @RVCJ_FB નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. 14 સેકન્ડના આ વીડિયોમાં મોહમ્મદ શમીનો હમશકલ ગ્રે જેકેટ અને કેપમાં જોવા મળે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો નાગપુરનો છે. વીડિયોમાં દેખાતો વ્યક્તિ પોતે મોહમ્મદ શમીનો ફેન છે.

મોહમ્મદ શમીની જેમ કરી બોલિંગ એક્શન

વીડિયો બનાવનાર વ્યક્તિ મોહમ્મદ શમીના હમશકલને વિનંતી કરે છે કે તે તેને એક વખત મોહમ્મદ શમીની બોલિંગ એક્શન બતાવે, જે બાદ હમશકલ તે વ્યક્તિની ઈચ્છા પૂરી પણ કરે છે. વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, મને લાગતુ હતુ કે પહેલાથી જ તેનો ભાઈ તેના જેવો દેખાય છે, પરંતુ અહીં તો એક બીજો આવી ગયો.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

બીજા યુઝરે લખ્યું, છૂટાછેડાનો કેસ આ તરફ શિફ્ટ કરો. તો અન્ય એક યુઝરે લખ્યું, તેને બોલિંગ કરાવો અને પછી માનો. જણાવી દઇએ કે, તાજેતરમાં જ મોહમ્મદ શમીને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો, તેના બીજા જ દિવસે તે તેની માતા માટે લખેલી ભાવનાત્મક પોસ્ટને કારણે સોશિયલ મીડિયા પર સમાચારમાં હતો.

Shah Jina