બોલીવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીના માથે તૂટ્યો દુઃખોનો પહાડ, માતાના નિધનથી ખરાબ રીતે તૂટી ગયો અભિનેતા, ત્રણ વર્ષ પહેલા જ પિતાને પણ ગુમાવ્યા હતા

બોલીવુડમાંથી આવ્યા વધુ એક દુઃખદ સમાચાર, અભિનેતા મિથુન ચક્રવર્તીનું માતાનું થયું નિધન, ઈડિન્સ્ટ્રીમાં છવાયો શોકનો માહોલ

Mithun Chakraborty Mother Passed Away : બોલીવુડમાંથી એક પછી દુઃખદ ખબર આવવાનો સિલસિલો યથાવત છે. હાલ એક એવી જ  ખબરે ચાહકોને ધ્રાસ્કો આપ્યો છે. બોલીવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની માતાનું નિધન થયું છે. માતાના નિધન બાદ અભિનેતા ખરાબ રીતે તૂટી ગયો છે. મિથુનની માતા શાંતિરાની ચક્રવર્તીનું ગઈકાલે નિધન થયું છે. તેમના નિધનની જાણકારી અભિનેતાના સૌથી નાના પુત્ર નમાશી ચક્રવર્તીએઆપી હતી.

‘આનંદ બજાર’ સાથે વાત કરતા નમાશીએ તેની દાદીના નિધનની પુષ્ટિ કરી અને કહ્યું, ‘હા, સમાચાર સાચા છે. દાદી હવે અમારી વચ્ચે નથી રહ્યા.” રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મિથુન ચક્રવર્તીની માતા શાંતિરાણીનું 6 જુલાઈના રોજ નિધન થયું હતું. તે લાંબા સમયથી વય સંબંધિત સમસ્યાઓથી પીડાતી હતી અને ગઈકાલે (6 જુલાઈ) તેમને અંતિમ શ્વાસ લીધા હતા.

મિથુનની માતાના નિધન બાદ સેલિબ્રિટીઝ અને ચાહકોએ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ટોલીવુડ, બોલિવૂડ અભિનેતાઓ, રાજકારણીઓ અને વિવિધ ક્ષેત્રોની હસ્તીઓએ ચક્રવર્તી પરિવાર પર આવી પડેલા આ દુઃખ પર શોક વ્યક્ત કર્યો છે. બંગાળી રિયાલિટી શો ‘ડાન્સ બાંગ્લા ડાન્સ સીઝન 12’ના તેના સહ કલાકારોએ પણ તેમની ઊંડી શોક વ્યક્ત કરી છે.

મિથુન ચક્રવર્તીની કારકિર્દીના શરૂઆતના દિવસો સંઘર્ષથી ભરેલા હતા. તે જોરાબાગનમાં તેના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે રહેતો હતો. તે એક મધ્યમવર્ગીય બંગાળી પરિવારનો હતો. મિથુને હંમેશા કહ્યું છે કે તેના માતાપિતાએ તેને અને તેના ભાઈ-બહેનોનો સારો ઉછેર કર્યો છે. તે હંમેશા તેના માતાપિતા દ્વારા આપવામાં આવેલા મૂલ્યો અને તેમના સંઘર્ષ વિશે વાત કરે છે. અભિનેતા હાલમાં બંગાળી રિયાલિટી શો ‘ડાન્સ બંગલા ડાન્સ’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જે તેની 12મી સીઝનમાં છે.

Niraj Patel