પૂર્વ મિસ વર્લ્ડ અને એક્ટ્રેસ માનુષી છિલ્લરે પોતાની કાતિલ અદાઓથી કર્યા ચાહકોને ઘાયલ- જુઓ ગ્લેમરસ તસવીરો

ઓહોહો શું ફિગર છે…પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે પોતાની કાતિલ અદાઓથી કર્યા ચાહકોને ઘાયલ- જુઓ ગ્લેમરસ તસવીરો

ટેલેન્ટ અને બ્યુટીનો પરફેક્ટ કોમ્બો ગણાતી એક્ટ્રેસ માનુષી છિલ્લર ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે કંઈક ને કંઈક શેર કરતી રહે છે. તે તેના ગ્લેમરસ ફોટોઝને કારણે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં માનુષી છિલ્લરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી, જેમાં તેની ઓવરલોડેડ હોટનેસ જોઈને ચાહકોના દિલની ધડકન રોકાઇ ગઇ.

આ તસવીરોમાં માનુષીએ સ્ટ્રેપલેસ બ્લુ ડ્રેસ પહેર્યો છે, જેમાં તેનો કોન્ફિડન્ટ લુક અને મિનિમલ મેકઅપ બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ ઉપરાંત બીજી પણ ઘણી તસવીરો છે જેમાં માનુષી ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે. ભૂતપૂર્વ મિસ વર્લ્ડના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે અક્ષય કુમાર સાથે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને હવે તે ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળવા માટે તૈયાર છે.

માનુષી તેના કરિયરમાં અત્યાર સુધીમાં 4 ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. માનુષીની ફિલ્મો બોક્સ ઓફિસ પર કોઈ કમાલ ન કરી શકી, છતાં પણ તેને ફિલ્મોએ સ્ટાર બનાવી દીધી. વર્ષ 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર માનુષી છિલ્લરે ધોરણ-12માં સમગ્ર ભારતમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. આ પછી માનુષીએ ડૉક્ટર બનવાની તૈયારી શરૂ કરી.

માનુષીએ ઓલ ઈન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ આપ્યો અને પહેલા જ પ્રયાસમાં પાસ થઈ ગઈ. આ પરીક્ષા પાસ કર્યા પછી, માનુષીએ સોનીપતની ભગત ફૂલ સિંહ મેડિકલ કોલેજમાંથી MBBSનો અભ્યાસ શરૂ કર્યો. કોલેજમાં માનુષીએ અભ્યાસની સાથે મોડેલિંગ પણ શરૂ કર્યું અને ગ્લેમરની દુનિયામાં પ્રવેશ કર્યો.

વર્ષ 2016 માં, માનુષી છિલ્લરે ઓલ ઈન્ડિયા ઓફ મેડિકલ સાયન્સ સ્પર્ધા જીતી. આ પછી, 2017 માં, માનુષી છિલ્લરે મિસ વર્લ્ડ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને જીતી. માનુષી 17 વર્ષ પછી ભારતમાં આ ખિતાબ લાવી. આ પહેલા 2000 માં પ્રિયંકા ચોપરાએ આ ખિતાબ જીત્યો હતો.

મિસ વર્લ્ડ બન્યા પછી, માનુષી છિલ્લરે વર્ષ 2022 માં બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી. માનુષીએ અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ ગઈ. આ પછી માનુષીએ વિક્કી કૌશલ સાથે ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી’માં કામ કર્યું.

જોકે, આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કોઈ કમાલ કરી શકી નહીં અને આ ફિલ્મ પણ ફ્લોપ ગઈ. આ પછી માનુષીએ ‘ઓપરેશન વેલેન્ટાઇન’ ફિલ્મમાં કામ કર્યું પરંતુ તેમ છતાં તેનું નસીબ ચમક્યું નહીં. સતત ફિલ્મો નિષ્ફળ ગયા પછી, માનુષી સતત નવા પ્રયોગો કરી રહી છે. હવે જોવાનું એ રહે છે કે માનુષી બોલિવૂડમાં ક્યારે હિટ ફિલ્મ આપી શકે છે.

Previous Article

વિદેશમાં પહોંચી દેશી આંટી, થાઈલેન્ડની પતાયાની ગલીઓમાં એવી હરકતો બતાવી છે કે પૂછો જ નહીં... જોઈ તમે પણ ચોંકી જશો!

Next Article

ના પેટ્રોલનો ખર્ચ, ના CNG નું ટેન્શન...આવી ગઇ ભારતની પહેલી સોલર ઇલેક્ટ્રિક કાર- જાણો ખાસિયત

error: Protected Content!